________________
છઠ્ઠી ગાથાને અર્થપ્રકાશ
૨૮૫ એક મોટી પિટી ભરી હતી, પણ જ્યારે તેને ભાન થયું કે હવે મારે અંત સમય નજીક છે, ત્યારે એ સોના-રૂપાના ગંજની સમક્ષ રત્નની પેટી પર બેસીને પોકે ને પોકે રડ્યો હતું કે “શું આ બધું છોડીને મારે જવું પડશે ?” મોટું બેન્ક બેલન્સ અને નેટના થેકડા જોઈને આપણી હાલત. આવી ન થાય, તે જોવાનું છે.
તીવ્ર વાસનાને વશ થએલા લોકેને જીવ સરળતાથી જતે નથી, ત્યારે પુત્ર-પરિવાર આદિ તેમને કહે છે કે “તમને કોઈ વસ્તુની ઈચ્છા રહી ગઈ હોય તે જણાવે. તે અમે પૂરી કરીશું.” અને તેઓ કંઈ કંઈ ઈચ્છા વ્યક્ત કરે છે, જે પૂરી કરવાનું વચન મળતાં તેઓ પ્રાણ છોડે છે. આ પણ બાલમરણને જ એક પ્રકાર છે, કારણ કે એમાં છેવટ સુધી સંસારિક વાસનાઓનું પ્રાબલ્ય છે.
આવા પ્રસંગે કેટલાક લેકે તે એવી ઈચ્છા પણ વ્યક્ત કરે છે કે “અમુક વ્યક્તિએ મારા પિતાનું કે મારા અમુક કુટુંબીનું ખૂન કર્યું હતું, તેને બદલે હું લઈ શક્યો નથી, તેને અસંતોષ મને સંતાપે છે, તેથી તમે એ વ્યક્તિનું ખૂન કરવાની પ્રતિજ્ઞા કરે તે મારે જીવ જાય.” અને તેમના પુત્ર-પુત્રીઓએ એવી પ્રતિજ્ઞા લીધા પછી એમને જીવ જાય છે. આમાં રૌદ્ર સ્થાનની તીવ્રતા હોવાથી તેમની ગતિ બગડે છે, એટલે કે તેમને નરકમાં ઉત્પન્ન થવું પડે છે અને ત્યાં અતિ ઘેર દુઃખ અનુભવવા પડે છે.