________________
લોગસ્સ મહાસૂત્ર
દુઃખમય નિસાસા, આકંદ, રડાકૂટ કે વરના બદલાના - વાતાવરણમાં થાય, તે બાલમરણ સમજવું. આ પ્રકારના વાતાવરણથી મનુષ્યની અંતસમયની વેશ્યા બગડે છે અને તે એને દુર્ગતિમાં લઈ જાય છે, એટલે બાલમરણ ઈચ્છવા ચોગ્ય નથી. જો કે આજની પરિસ્થિતિ એવી છે કે મનુષ્યને મૃત્યુ સમય નજીક જણાતાં ઘણા ભાગે તેને હોસ્પીટલમાં પહોંચાડવામાં આવે છે, જ્યાં દવાના ડેઝ, ઇંજેકશને કે ઓકિસજન લેતાં લેતાં તેના પ્રાણ નીકળી જાય છે, એટલે તે અંતસમયની આરાધના પામી શકતો નથી. આ પણ એક જાતનું બાલમરણ જ છે, કારણ કે તેમાં છેલ્લી ઘડી સુધી જવવાની લાલસા હોય છે, એટલે પંચપરમેષ્ઠીનું મરણ કરી શકાતું નથી કે ચારશરણ અંગીકાર કરી શકાતાં નથી. - અહીં પંચપરમેષ્ઠીના સ્મરણથી નમસ્કાર મહામંત્રની ગણના
અને ચાર શરણથી અરિહંત, સિદ્ધ, સાધુ તથા કેવલી પ્રજ્ઞત ધર્મ એ ચારનાં શરણ સમજવાનાં છે. શાસ્ત્રકારે એ સદુપદેશ છે કે બિમાર મનુષ્ય શરીરની અત્યંત નિર્બલ હાલતને લીધે નમસ્કારમંત્રના નવ પદ્યનું સ્મરણ ન કરી શકે તે માત્ર જ નિ ના ૩ એ પાંચ અક્ષરનું જ સ્મરણ કરે અને તે પણ જ્યારે શક્ય ન હોય, ત્યારે એ પાંચ અક્ષરેથી નિર્માણ થએલા શ્કારનું સ્મરણ કરે. પરંતુ
એ વખતે સંસાર કે શરીરની કેઈ વાત યાદ લાવી આર્ત. - ધ્યાનને વશ ન થાય.
મહમ્મદ ગઝનીએ ભારતવર્ષ પર સાત વાર ચઢાઈ કરીને સોનારૂપાને ગંજ એકઠે કર્યો હતો તથા મૂલ્યવાન રત્નોની