________________
છઠ્ઠી ગાથાને અર્થપ્રકાશ
૨૮૯ પ્રીતિ, સરલતા, નિખાલસતા, સૌજન્ય, અને વચનપાલન જાણે અદશ્ય જ થઈ ગયાં છે. છીછરી મને વૃત્તિ, મેજમજાહ અને ધનપ્રાપ્તિ માટે આંધળી દેટ એ જાણે આપણાં જીવનલક્ષણ થઈ પડ્યાં છે. આમાં ભક્તિની ભાવના જાગે ક્યાંથી? આમાં ધર્મને રંગ લાગે કયાંથી? દંભ, દેખાવ અને દુષિત દષ્ટિએ આપણું જીવનને કબજે લઈ લીધે છે. આ માનવજીવનનું તદ્દન બેહુદું અને કઢંગું ચિત્ર છે, તેથી જ અમે કહીએ છીએ કે આપણને જીવતા આવડતું નથી.
મરણ સંબંધી આપણે ગંભીર વિચાર કરતા નથી. કદી સમશાનમાં જવાને પ્રસંગ આવે, ત્યારે મરણને વિચાર આપણને સ્પર્શી જાય છે, પણ તે રેતીમાં દોરાયેલી રેખાની જેમ ઘડીકમાં ભૂંસાઈ જાય છે અને આપણા જીવનના રંગઢંગ એવા ને એવા જ રહે છે. બે પહોર ગામતરે જવું હેય તે તેની તૈયારી કરીએ છીએ, જ્યારે પરલોકના પ્રવાસ માટે કશી જ તૈયારી નહિ! આપણે ડાહ્યા ખરા, પણ આ બાબતમાં આપણે ડહાપણને જરાયે ઉપયોગ કરતા નથી. મૃત્યુ ગમે ત્યારે આવી પહોંચવાનું છે, એમ જાણ્યા પછી જેઓ ગાફેલ રહે છે, તે ગમાર છે. તેની તૈયારી તે તરત આરંભી દેવી જોઈએ, છતાં તેને કાલ પર મુલતવી રાખીએ છીએ અને એ કાલ કાલ જ રહે છે. તે કદી આજ થતી નથી. એવામાં બાજ પક્ષીની ઝડપે મૃત્યુ આપણા પર તૂટી પડે છે અને આપણે શિકાર કરી નાખે છે. ખરેખર! આપણને મરતાં પણ આવડતું નથી.