________________
૨૯૦
લેગર્સ મહા સૂત્ર
સમાધિમરણ એ મરવાની સાચી લા છે, તેથી જ જ્ઞાનીઓએ તેની પ્રશંસા કરી છે અને તે માટે આપણને જોરદાર ભલામણ કરી છે. એ ભલામણ એળે ન જાય તે આપણે જોવાનું છે.
હવે આ ગાથાનું એક જ પદ બાકી રહ્યું છે અને તે હિંતુ.” તેને અર્થ છે “ર , આપો.” અને તેથી જ આ આખી ગાથા પ્રાર્થનાનું સ્વરૂપ પામે છે.
આ વિવેચન સમેટતાં એટલું જણાવીશું કે અહીં પ્રાર્થનાની પરિભાષાનો ઉપયોગ થયે છે, પણ ખરી રીતે તે તેમાં જિનભક્તિના ત્રણ પ્રકારો દર્શાવ્યા છે અને તેનાથી થતા ત્રણ મહાન લાભોનું વર્ણન કરેલું છે, જેનું આપણે વારંવાર પ્રણિધાન કરવા જેવું છે. આ છઠ્ઠી ગાથાની અર્થસંકલન નીચે પ્રમાણે જાણવી
અર્થસંકલના જેઓ આ જગતના સહુથી ઉત્તમ સિદ્ધ પુરુષ તરીકે સ્તવાયેલા છે, વંદાયેલા છે અને પૂજાયેલા છે, તે મને શારીરિક અને માનસિક સ્વાથ્ય, દેવ-ગુરુ-ધર્મ અંગે સમદષ્ટિ અને શ્રેષ્ઠ સમાધિમરણ આપે-૬