________________
છઠ્ઠી ગાથાને અર્થપ્રકાશ
૨૮૩, પ્રસિદ્ધ જયવિયરાયસૂત્ર અપરનામ પ્રણિધાન-. સૂત્રમાં નીચેની ગાથા આવે છે? दुक्खखओ कम्मखओ, समाहिमरणं च बोहिलाभो अ । संपज्जउ मह एअं, तुह नाह ! पणामकरणेणं ॥ ४ ॥
“હે નાથ ! આપને પ્રણામ કરવાથી દુખને નાશ. થાય, કર્મને ક્ષય થાય, તથા સમાધિમરણ અને બધિલાભ પ્રાપ્ત થાય, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થજે.”
તાત્પર્ય કે જૈન ધર્મની એ પરંપરાગત માન્યતા છે . કે જેઓ જિનેશ્વરેની પરમ ભક્તિ કરે છે, તેમને ત્રણ વસ્તુઓ અવશ્ય પ્રાપ્ત થાય છેઃ (૧) આરોગ્ય, (૨) બોધિલાભ અને (૩) સમાધિમરણ. એટલે અહીં જે વરસમાધિની વાત છે, તે મરણ સંબંધી છે, એમાં કઈ શંકા નથી. વળી સત્ત શબ્દ તેને સ્પષ્ટ નિર્દેશ કરે છે, એટલે સમાવિ ઉત્તમ નો અર્થ શ્રેષ્ઠ સમાધિમરણ કરે ઘટે છે. કેટલાકે સમાવિનો અર્થ દ્રવ્યસમાધિથી ચડિયાતી એવી ભાવસમાધિ કર્યો છે. અને સત્તને અર્થ તેમાં પણ ઉત્તમ-શ્રેષ્ઠ. એ રીતે બેસાડ્યો છે પણ જૈન ધર્મની માન્યતા અને પરંપરા સાથે તે સંગત નથી, કારણ કે તેથી સમાધિમરણની વાત ઉડી જાય છે.
જૈન દષ્ટિએ મરણ બે પ્રકારનાં છેઃ એક બાલમરણ અને બીજું પંડિતમરણ કે સમાધિમરણ. બાલમરણમાં બાલ શબ્દ અજ્ઞાનને–અજ્ઞાનદશાનો સૂચક છે, એટલે જે મરણ અજ્ઞાન દશાને લીધે આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં થાય અર્થાત