________________
છઠ્ઠી ગાથાને અર્થપ્રકાશ
૨૮૧ મેળવતા રહે છે તથા તેમણે જે શાસ્ત્રોનું અધ્યયન કરવાનું કહ્યું હોય, તેનું અધ્યયન કરતા રહે છે, તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે.
એક પાઠકમિત્ર કહે છે કે જે આ રીતે સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હોય, તે તે માટે તીર્થકરેને પ્રાર્થના કરવાની કયાં રહી?” પરંતુ સદ્દગુરુનો સમાગમ દૈવીકૃપા વિના પ્રાપ્ત થતો નથી અને દેવીકૃપા પ્રાપ્ત કરવા માટે તીર્થકરેને પ્રાર્થના કરવાની જરૂર છે.”
અહીં એ પણ જણાવી દઈએ કે જેઓ તીર્થકરોની મન-વચન-કાયાથી નિત્ય-નિયમિત ભક્તિ કરતા રહે છે, તેમને પ્રાર્થના કર્યા વિના પણ એ ભક્તિના બળથી સ૬ગુરુ સાંપડી જાય છે અને તેમના સમાગમથી તેમને બેધિલાભ અવશ્ય થાય છે. આ બે ધિલાભના મૂળમાં જિનભક્તિ છે, એટલે તાત્વિક દષ્ટિએ તે આ લાભ જિનથી-તીર્થકરાથી જ થયેલો સમજવાને છે.
સમાવિઆ પદ પહેલી વિભક્તિના એકવચનમાં આવેલું છે. તેનું સંસ્કૃત રૂપ છે: “સમાધિવર” જે સમાધિ વર એટલે શ્રેષ્ઠ હોય, તે સમાધિવર કહેવાય. અહીં સમાધિ શબ્દથી મનની સમાહિત અવસ્થા સમજવાની છે. જ્યારે આપણું મન અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પથી રહિત બને, ત્યારે તેને અદ્દભુત શાંતિને અનુભવ થાય છે, તેને જ મનની સમાહિત અવસ્થા એટલે સમાધિ સમજવાની છે.