________________
૨૮૬
લેગસ્સ મહાસૂત્ર
ટૂંકમાં મેહ-માયાનાં બંધન અને વેરઝેરની વાસનાપૂર્વક મરણ પામવું, એ બાલમરણ છે, જે ઈચ્છવા ચિ નથી.
પંડિતમરણ એટલે સમજણપૂર્વકનું મરણ, શાંતિપૂર્વકનું મરણ. સંસારનું સાચું સ્વરૂપ સમજી તેની મેહમાયા છોડવી અને મૃત્યુને અનિવાર્ય જાણીને તેને - અંતસમયની આરાધના પૂર્વક શાંતિથી ભેટવું, એ પંડિતમરણને સાચા અર્થ છે. આ પ્રકારના મરણમાં અંતસમયે મનની સ્થિતિ સમાહિત એટલે ખૂબ શાંત હોવાથી તેને સમાધિમરણ પણ કહેવામાં આવે છે.
સમાધિમરણ વખતે આત્મા ઊંચી લેશ્યાએ વર્તતે હોય છે, તેથી તે સદ્ગતિનું નિમિત્ત બને છે, એટલે કે - સમાધિમરણ પામનાર દેવલોકમાં જાય છે અથવા તે પુનઃ મનુષ્યને અવતાર પામે છે. તત્વજ્ઞ પુરુષ તે દેવગતિ કરતાં પણ મનુષ્યગતિને વધારે પસંદ કરે છે, કારણ કે દેવગતિમાં માત્ર ભૌતિક સુખને ભેગ જ કરવાનું હોય છે અને તે પૂરો થયા પછી પાછું સંસારમાં ભમવું પડે છે, જ્યારે મનુષ્યગતિમાં શ્રેયસ્સાધનાની સર્વ તકે રહેલી છે અને તેને ગ્ય ઉપયોગ થાય તે ભદધિ જરૂર પાર કરી શકાય છે. તાત્પર્ય કે પંડિતમરણ-સમાધિમરણ ઈચ્છવા ગ્ય છે, તેથી સર્વ સુજ્ઞજનેએ તેની ઈચ્છા રાખવી જોઈએ અને તેની નિશ્ચિત પ્રાપ્તિ થાય, તે માટે આ જગતના સહુથી ઉત્તમ સિદ્ધપુરુષ એવા તીર્થકર ભગવંતેને નિત્ય અથવા વારંવાર પ્રાર્થના કરવી જોઈએ.