________________
૨૭૮
લેગસ્સ મહાસૂત્ર
શારિરીક અને માનસિક સ્વાથ્યની પ્રાપ્તિ આપોઆપ થઈ જાય છે. તે માટે ખાસ પ્રાર્થના કરવાની જરૂર જ રહેતી નથી. જિન ભગવંતે આજન્મ નીરોગી હોય છે, એટલે તેમનું સ્મરણ–વંદન-પૂજન આપણને નીરોગી બનાવે, એ સિદ્ધાંતમાન્ય વસ્તુ છે. અસાધારણ માંદગીને પ્રસંગે જિન ભગવંતેનાં પૂજન-અનુષ્કાને સફળ થતાં જોવાયાં છે, એટલે કે તે મૃત્યુંજયનું કામ કરે છે. તાત્પર્ય કે જિનભક્તિનો મહિમા અપૂર્વ છે, પણ આપણે તેનું રહસ્ય સમ
જ્યા નથી અને કદાચ સમજ્યા હોઈએ તો પણ તેને જેવો અને જેટલે લાભ લેવો જોઈએ તેટલે લેતા નથી. આ અચ્છિનીય પરિસ્થિતિ વહેલી તકે દૂર કરવાની જરૂર છે.
હવે “બધિલાભ પર આવીએ. બોધિને લાભ થવો, તે ધિલાભ કહેવાય છે. અહીં બેધિ શબ્દથી સમ્યકત્વ ગ્રહણ કરાય છે, એટલે સચ્ચત્વપ્રાપ્તિને બધિલાભ સમજવાનું છે. જ્યાં સુધી આત્માને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય નહિ, ત્યાં સુધી તે મિથ્યાત્વના અંધકારમાં સબડે છે અને સાચાને છેટું, ખેટાને સાચું કે સાચા ખેટને સમાન માનીને વર્તે છે, તેથી તે સત્યને પ્રકાશ પામી શક્તા નથી. જે સત્યને પ્રકાશ પામે નહિ, તે દેવ, ગુરુ કે ધર્મનું સાચું સ્વરૂપ શી રીતે સમજી શકે ? અને જે દેવ, ગુરુ કે ધર્મનું સાચું સ્વરૂપ સમયે નથી, તે તેમની અનન્ય મને આરાધના શી રીતે કરી શકે? જે સુદેવ, સુગુરુ અને સુધર્મની અનન્ય મને આરાધના કરે છે, તેને જ ભવનિસ્તાર થાય છે, સ્વેટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ