________________
છઠ્ઠી ગાથાના અપ્રકાશ
૨૭૭
કરવાની છે કે તેના વડે આપણે ધર્મની આરાધના સારી રીતે કરી શકીએ. જો આ રીતે આ માગણી કરીએ તા તેમાં નિયાણું નથી. પરંતુ ભાગની લાલસાથી પ્રેરાઇને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ તેા તે જરૂર નિયાણું છે, જે ઈચ્છવા ચોગ્ય નથી.’
અત્ર એ સ્પષ્ટતા કરી દઈએ કે અહી જે પ્રાથના શબ્દના પ્રયાગ થાય છે. તે ઔપચારિક છે. ખરી રીતે તે આપણા ધાર્મિક આધ્યાત્મિક વિકાસ માટે આપણને કઈ વસ્તુ જરૂરી છે, તેનું જ અહીં સ્મરણ કરવાનુ છે અને તેની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બનવાનુ છે. જે પેાતે પ્રયત્નશીલ બનતા નથી, તેને પ્રભુ કે પ્રકૃતિ કોઈ મદદ કરતા નથી. જ્યારે મનુષ્ય એકનિષ્ઠાથી પ્રયત્ન કરવા લાગે છે, ત્યારે તે દૈવી સહાયના અધિકારી અને છે અને તે એને એક યા બીજી રીતે મળી જ જાય છે. આજ સુધીમાં જે જે સ્ત્રી-પુરુષોને દૈવી સહાય મળી છે, તે તેમના નિષ્ઠાભર્યાં પ્રયાસાને લીધે જ મળી છે, એટલે આપણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યપ્રાપ્તિ માટે સકલ્પબદ્ધ થઈ એ અને તે માટે પદ્ધતિસરને પ્રયત્ન આદરી દઈ એ, એ જરૂરનું છે. જો આપણે આટલું કરી શકીએ તો બાકીનું બધુ સમયસર એની મેળે થઇ જશે. અલબત્ત, તેમાં તી કર ભગવ ંતાની પ્રાર્થના દ્વારા જાગૃત થયેલાં દૈવી તત્ત્વાની પણ મેટી સહાય હશે.
પરંતુ ખરી વાત તે એ છે કે જિન ભગવ તાની ભક્તિ મન–વચન-કાયાથી નિત્ય નિયમિત કરવામાં આવે તે