________________
છઠ્ઠી ગાથાને અર્થપ્રકાશ
૨૭૩ આરોગ્યથી રોગરહિત અવસ્થા અભિપ્રેત છે કે જેને માટે આપણે “શારીરિક અને માનસિક સ્વાસ્થ” એ શબ્દપ્રગ કરી શકીએ. રેગ શરીરને પણ હેય છે અને મનને પણ હેય છે. જ્યારે આ બેમાંથી કોઈ પ્રકારને રેગ ન હોય, ત્યારે શરીર અને મનની સ્વસ્થતા જળવાઈ રહે છે અને તે જિનભક્તિ તથા તપ–જપ–સંયમની સાધના કરવામાં અતિ ઉપયોગી થઈ પડે છે. એ તો આપણે રેજિદ અનુભવ છે કે જ્યારે આપણું શરીર સ્વસ્થ ન હોય કે મન સ્વસ્થ ન હોય ત્યારે આપણે જિનભક્તિ યથાર્થ પણે કરી શક્તા નથી, તપ કરવાનું બનતાં સુધી માંડી વાળીએ છીએ, અને જપ કરવા માટે કદી હાથમાં માળા પકડીએ છીએ તે જેમ તેમ ગણીને તેને છેડી . દઈએ છીએ. આ સ્થિતિમાં બે-ચારથી વધારે માળા તે ગણી શકાતી જ નથી. સંયમસાધના તે આપણું જીવનમાં મૂલથી જ ઓછી છે, વધારે સ્પષ્ટ કહીએ તે સ્વચ્છંદી જીવન જીવવાની આપણને ટેવ પડી ગઈ છે અને તેમાં જ આનંદ માનીએ છીએ. કેટલાક આ સ્વછંદી જીવનને સ્વતંત્ર જીવનનું નામ આપે છે, પણ એ સ્વતંત્ર શબ્દને દુરુપયોગ કરવા જેવું છે. જેમાં અનેક પ્રકારની પરાધીનતા હોય. તેને સ્વતંત્ર શી રીતે કહેવાય? જે મનુષ્ય કોઈ પણ ટેવને ગુલામ ન હોય અને પિતાના નિર્ણય અનુસાર બરાબર વતી શક્તિ હોય, તેને આપણે સ્વતંત્ર જીવન જીવતે કહી શકીએ, પણ ઉપર્યુક્ત જીવનમાં આ પરિસ્થિતિ હોય છે ખરી ? તાત્પર્ય કે શારીરિક અને માનસિક સ્વાસ્થ ૧૮
કરવા જે
તે તાના નિકાલ