________________
છઠ્ઠી ગાથાને અર્થપ્રકાશ
ર૭૧ તે આ જગતમાં અનેક હોય છે, તેમાં એમની વિશેષતા શી!” તેને ઉત્તર એ છે કે તેઓ સામાન્ય કેટિના સિદ્ધ નહિ, પણ ઉત્તમ કોટિના સિદ્ધ હેય છે અને તે સ્પષ્ટ કરવા માટે જ અહીં તેમને ઉત્તમ વિશેષણ લગાડવામાં આવ્યું છે. તાત્પર્ય કે તીર્થક જગતના ઉત્તમ કોટિના સિદ્ધ હોય છે.
| તીર્થકરને ઉત્તમ કોટિના સિદ્ધ માનવાનું મુખ્ય કારણ એ છે કે તેઓ પ્રાપ્ત સિદ્ધિઓને સ્વાર્થ કાજે ઉપયોગ કરતા નથી કે તેનું ચમત્કાર–પ્રદર્શન કરતા નથી. ગૌતમબુધે ધર્મોપદેશક તરીકેના તેમના જીવન દરમિયાન પ્રાપ્ત સિદ્ધિઓનું ચમત્કારિક પ્રદર્શન કર્યું હતું, જેની નેંધ બૌદ્ધ શાસ્ત્રોમાં લેવાઈ છે, પરંતુ આજ સુધીમાં કોઈ તીર્થકરે પ્રાપ્ત સિદ્ધિઓનું ચમત્કાર–પ્રદર્શન કર્યું હોય, એવી નેંધ કોઈ જિનાગમમાં જોવામાં આવી નથી. મંખલિપુત્ર ગોશાલકે દ્વેષથી ઉત્તેજિત થઈને પિતાને પ્રાપ્ત થયેલી તેલેશ્યા ભગવાન મહાવીરને પ્રાણ હરવા માટે છેડી હતી, છતાં ભગવાન મહાવીરે પ્રાપ્ત સિદ્ધિઓને તેની સામે ઉપગ કર્યા ન હતા. જે તેઓ ધારત તે દુષ્ટ ગોશાલકને ઘડીના છઠ્ઠા ભાગમાં હતો ન હતે કરી નાખત, પણ તેઓ આ જગતના ઉત્તમ કોટિના સિદ્ધ પુરુષ હતા, એટલે એવું ધારે જ શાના ? જે કે ગોશાલકે છેડેલી તેજલેશ્યા ભગવાન મહાવીરના અદ્ભુત વ્યક્તિત્વને કારણે પાછી ફરી હતી અને એ રીતે તેમને પ્રાણ હરવામાં નિલ નીવડી હતી. કોઈ પણ તીર્થકરનું અપમૃત્યુ થતું નથી, એવી સ્પષ્ટતા પૂર્વે તીર્થકરવાદના પ્રકરણમાં અમે કરેલી જ છે.