________________
લાગસ મહાસૂત્ર
૨૯૪
વિના કોઈ પણ પ્રકારની સાધના યથાર્થ સ્વરૂપે થઈ શકતી નથી, તેથી ધાર્મિક–આધ્યાત્મિક વિકાસને માગે આગળ વધવા માટે પહેલી જરૂર શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની છે.
"
કોઈ એમ કહેતુ હાય કે અમને શરીરની પડી નથી, અમારા શરીરનું ગમે તે થાય, પણ અમે ધા ધમ કરવાના.' તે એ વચનાને માલીશ સમજવાં. જેમાં કઈ તથ્ય ન હેાય, એ વચનેનુ મૂલ્ય શું ? આવાં વચના ઉચ્ચારનારા એક નાની સરખી માંદગી આવે છે, ત્યાં ગભરાઈ જાય છે અને ડોકટર-વૈદ્ય હકીમને મેલાવવા માટે દોડાદોડી કરી મૂકે છે, પછી ધાર્યાં ધમ કરવાની વાત તે રહે જ ક્યાં ? આથી સુજ્ઞજનોએ શરીર પ્રત્યે બેદરકારી અતાવવા કરતાં તેનું સ્વાસ્થ્ય કેમ જળવાઈ રહે ? તે જોવુ જોઇએ અને તે માટે કેટલાક નિયમાનુ અનુકરણ કરવુ જોઈ એ.
આ બાબતમાં અમારો અનુભવ તો એમ કહે છે કે જૈન ધર્મે મનુષ્યની રહેણી-કરણી માટે જે નિયમે ખતાવ્યા છે, તે ઘણા સુંદર છે અને જો તેનું યથાર્થ પાલન કરવામાં આવે તે બિમાર પડવાનેા પ્રસંગ આવે નહિ. આમ છતાં કોઈ અગમ્ય કારણે બિમારી આવી જ પડે તે એ થાડા જ ઉપચારે દૂર થઈ જાય અને પુનઃ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય. ઉક્ત નિયમેામાં રાત્રિભોજનના ત્યાગ, ઊણાદરી વ્રત, દ્વિવસે યથાશકિત તપશ્ચર્યાં અને સપ્ત વ્યસનના ત્યાગ ઘણું મહત્ત્વ ધરાવે છે.