________________
લેગસ મહાસૂત્ર
૨૧૮
ચેાજાયેલી છે, તે અથ અને વિધિના જ્ઞાનસહિત ખૂબ પ્રશસ્ત ભાવે કરવી જોઈએ. તેમાં જે સ્તુતિ-સ્તવનસ્તાત્ર ખેલીએ તેના પાઠ શુદ્ધ હોવા જોઈ એ. અને તે મધુર રાગે પદ્ધતિસર ગાવા જોઈ એ. આજે જિનમદિરામાં જે સ્તુતિ-સ્તવનાદિ સાંભળવામાં આવે છે, તેમાં આ અને નિયમાના ભંગ થતા જોવાય છે, જે ઈચ્છનીય નથી. જે આપણી પાઠશાળાએ તથા સાવ મન પર લે તે આ સ્થિતિમાં જરૂર સુધારો થઈ શકે અને તે પણ થેાડા સમયમાં. પણ તેએ મન પર લેશે ખરા ?
જિન ભગવંતની અંગપૂજા, અગ્રપૂજા તથા ભાવપૂજામાં કાયિક, વાચિક અને માનસિક એ ત્રણેય પ્રકારની જિનભક્તિ આવી જાય છે અને તે વધારે વિકસિત સ્વરૂપે, એટલે આપણે તેમાં શ્રદ્ધાન્વિત થઈ એ અને જિનભકિતના રંગ જમાવી આપણા જીવનને સફલ કરીએ.
છઠ્ઠી ગાથાના પ્રથમ પદની આ અવિવેચના પૂરી કરીએ તે પહેલાં બે ખુલાસા કરવા જરૂરી છે. કેટલાક માને છે કે વિત્તિય વેંદ્રિય મહિયા આ પ્રમાણે આ ત્રણ પદો છૂટાં છે અને તેઓ ધાર્મિક પુસ્તકમાં પણ એ જ રીતે છાપે છે, પરંતુ તેમની આ માન્યતા ભૂલભરેલી છે, કારણ કે આપો . આ રીતે છૂટાં હોય તા સિદ્ધા પદ્મનાં વિશેષણા તરીકે િિતયા મંત્રિજ્યા માિ એવુ` રૂપ ધારણ કરે, જે ગાહાળ દનુ અંધારણ જોતાં શક્ય નથી, એટલે તે એક સામાસિક પદ રૂપે જ વ્યવસ્થિત છે, એમ માનવુ સુયેાગ્ય છે.