________________
છઠ્ઠી ગાથાને અર્થપ્રકાશ
ગ્ય ઉત્તર આપે છે, એટલે શક્ય તેટલી સહાય કરે છે. આ વસ્તુ અમે અનેક વાર અનુભવી છે, એટલે તેમાં કઈ શંકાને સ્થાન નથી.”
અમારે વાર્તાલાપ અહીં પૂરે થયે અને તેમણે સંતોષ. પામી વિદાય લીધી. આ સંવાદ પરથી પાઠકમિત્રે મૂર્તિ પૂજાનું ખરું રહસ્ય સમજી શકશે.
ભગવાન પવિત્ર હતા, તેમની કાયા પવિત્ર હતી, તેમનાં અંગોપાંગ પવિત્ર હતાં અને તે સત્યધર્મને પ્રચાર કરવામાં એક યા બીજા પ્રકારે ઉપયોગી નીવડ્યાં હતાં, આ ખ્યાલ આપણા મનમાં દઢ કરવા માટે અંગપૂજા જરૂરી છે. તેમાં નવાંગી પૂજાને જે વિધિ છે, તે ઘણે રહસ્યમય છે.
ભગવાને આપણા પર અનંત ઉપકારની વૃષ્ટિ કરેલી . છે, તે જોતાં આપણે તેમને સમર્પિત થઈને રહેવું જોઈએ, પણ મોહ, અજ્ઞાન, પ્રમાદ આદિ અનેક કારણએ આપણે તેમ કરી શક્તા નથી. આમ છતાં આ વસ્તુનું વિસ્મરણ ન થાય, તે માટે અગ્રપૂજા જાએલી છે, જેમાં આપણી શક્તિ અનુસાર બદામ, અક્ષત, ફલ, નૈવેદ્ય, શૈખ્યમુદ્રા, સુવર્ણ મુદ્રા, રત્ન આદિ સમર્પણ કરવા જોઈએ. છેવટે તે આપણું સર્વસ્વ તેમને સમર્પિત કરી દેવાનું છે, એ ભૂલવાનું નથી.
અંગપૂજા અને અગ્રપૂજા કર્યા પછી ભગવાનની વાચિક તથા માનસિક ભક્તિ કરવા માટે ચૈત્યવંદનની ક્રિયા