________________
૨૬૫
છઠ્ઠી ગાથાને અર્થપ્રકાશ દ્વારા ગુણાનુવાદ કરે, એ વાચિક ભક્તિ છે. જેમાં મુખ્યત્વે વચનને ઉપગ થાય, તેને વાચિક ભક્તિ સમજવી.
અને શ્રી જિનેશ્વરદેવના ગુણેની મનથી પ્રશંસા કરવી, તેમના પ્રત્યે પૂજ્યભાવ દર્શાવે તથા તેમની આજ્ઞાએમાં શ્રદ્ધાન્વિત થવું, એ માનસિક ભક્તિ છે. જેમાં મુખ્યત્વે મનની વૃત્તિઓને ઉપયોગ થાય, તેને માનસિક ભક્તિ સમજવી.
આજે જિનભક્તિ કે જિનપૂજાના અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એવા ત્રણ પ્રકારે પ્રચલિત છે, તે અંગે પણ ડે વિચાર કરી લઈએ. પ્રથમ તે જિનભગવંતના વિરહમાં તેમની મૂતિને સાક્ષાત્ જિન માનીને તેમની સેવા-પૂજા–ભક્તિ કરવાની છે. જે એ રીતે ભક્તિ થાય તે જ એ ફલદાયી નીવડે છે.
એક વાર એક સજજને અમને પ્રશ્ન કર્યો કે “તમે કેને પૂજે છે ?” “અમે કહ્યું : “અમે શ્રી જિનેશ્વરદેવને પૂજીએ છીએ.” તેમણે પૂછયું : “શ્રી જિનેશ્વરદેવ ક્યાં છે?” “અમે કહ્યું ” “એ મૂર્તિમાં બિરાજે છે. તેમણે કહ્યું : મને તે એમાં પથ્થર જ દેખાય છે. અમે કહ્યું : “જેના મનમાં પત્થર હોય, તેને પત્થર દેખાય અને જેના મનમાં શ્રી જિનેશ્વરદેવ હોય, તેને શ્રી જિનેશ્વરદેવ દેખાય. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ.” પરંતુ અમારા આ ઉત્તરથી તેમને સંતોષ ન થયે. તેમણે એક વિશેષ પ્રશ્ન કર્યોઃ “એક પત્થરના ટુકડામાં શ્રી જિનેશ્વરદેવની કલ્પના કરવી, એ શું