________________
ખીજ-ત્રીજી-ચાથી ગાથાના અર્થ પ્રકાશ
૨૩૭*
બધા તી કરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નામકમ ઘણું જોરદાર હતું, તેથી તેમને પ્રભાવ ખૂબ જ વિસ્તર્યાં હતા. આજે ભારતવષઁમાં સહુથી અધિક મદિરા તેમનાં છે અને સહુથી અધિક સ્મરણ-જપ પણ તેમના જ થાય છે. ચેાગેશ્વર અને મદ્રેશ્વર તરીકે તેમની ખ્યાતિ ઘણી છે.
તદ્દ-તથા.
વન્દ્વમાળ-ભગવાન ગર્ભમાં આવ્યા પછી સમસ્ત જ્ઞાતફુલમાં ધન-ધાન્યાદિ વધવા લાગ્યા હતા, એટલે તેમનું નામ વદ્ધમાન પડયું. પરંતુ તેમણે બાલ્યાવસ્થામાં, તેમજ સાધન:કાલ દરમિયાન જે અસાધારણ વીરતા બતાવી હતી, તેથી મહાવીર નામે વિખ્યાત થયેલા છે. આજે તા સત્ર મહાવીર નામની જ ખાલમાલા છે. તે વતમાન જિનશાસનના અધિપતિ છે, તેથી જ તેમને શાસનનાયક, શાસનપતિ આદિ વિશેષણેા લગાડવામાં આવે છે.
અસલના
શ્રી ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનંદન સ્વામી, શ્રી સુમતિનાથ, શ્રી પદ્મપ્રભ સ્વામી, શ્રી સુપાર્શ્વનાથ તથા શ્રી ચંદ્રપ્રભ સ્વામીને હું મન – વચન – કાયાથી વંદન કરું છું. ૨.
શ્રી સુવિધિનાથ અથવા શ્રી પુષ્પદંત, શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી વાસુપૂજ્ય સ્વામી,