________________
પાંચમી ગાથાને અર્થપ્રકાશ
૨૫૭ નિવર–આ પદ પહેલી વિભક્તિના બહુવચનમાં આવેલું છે, કારણ કે તે તિસ્થા પદનું વિશેષણ છે. તેનું સંસ્કૃત રૂપ વિનવઃ છે અને તેને અર્થ “જિનવરે” છે. જિનવર એટલે જિનમાં શ્રેષ્ઠ. અહીં જિનેથી અભિન્નદશપૂર્વ, ચતુર્દશપૂર્વધર, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાનની, તથા કેવલજ્ઞાની સમજવા કે જેમને માટે શાસ્ત્રોમાં જિન શબ્દને પ્રયોગ થયેલ છે. આ બધા કરતાં અહંદજિન શ્રેષ્ઠ હોય છે, તેથી તેમને જિનવર કહેવામાં આવે છે. અમે પ્રસ્તુત ગ્રંથના અગિયારમા પ્રકરણમાં જિન અને જિનવર વિષે કેટલીક વિચારણા કરેલી છે, તે પાકમિત્રના લક્ષ્યમાં હશે જ.
અહીં તીર્થકરેને જિનવર વિશેષણ દ્વારા ગુણાનુવાદ કરવાને મુખ્ય હેતુ એ છે કે તેમને રૂઢિવાશાત્ ભલે જિન કહેવામાં આવતા હોય, પણ વાસ્તવમાં તેઓ બધા જિનેમાં શ્રેષ્ઠ હેઈ જિનવરની ઉત્તમ ખ્યાતિ પામેલા હોય છે અને એ રીતે આપણા માટે પરમ ઉપાસ્ય બને છે.
તિસ્થાપ-આ પદ વિશેષ છે. તે પહેલી વિભક્તિના બહુવચનમાં આવેલું છે. તેનું સંરકૃત રૂપ “તીર્થઃ ” છે અને તેને અર્થ “તીર્થકરો” છે. પ્રસ્તુત ગ્રંથના દશમા પ્રકરણમાં ધર્મતીર્થકર શબ્દની અર્થવિવેચના-પ્રસંગે તેને અર્થ વિસ્તારથી કરે છે. તીર્થકર એ ધર્મતીર્થકર શબ્દનું જ ટૂંકું રૂપ છે, પણ તે ધર્મતીર્થકર શબ્દ કરતાં વધારે પ્રચલિત છે.
૧૭