________________
[ ૧૭ ] છઠ્ઠી ગાથાનો અર્થપ્રકાશ
પ્રણિધાનને લગતી પ્રથમ ગાથામાં સર્વ કને નાશ કરનારા, અજરામર અવસ્થાને પ્રાપ્ત થયેલા અને જિનવરની ઉત્તમ ખ્યાતિને પામેલા એવા તીર્થકર ભગવંતેને પ્રસાદ પ્રાપ્ત થાય, એવી પ્રાર્થના કરવામાં આવી છે. હવે આ પ્રસાદમાં કઈ વસ્તુઓ જોઈએ? તેનું સ્પષ્ટીકરણ પ્રણિધાનને લગતી આ બીજી ગાથામાં કરવામાં આવ્યું છે. તેને મૂલ પાઠ નીચે પ્રમાણે જાયેલું છે ? कित्तिय-वंदिय-महिया, जे ए लोगस्स उत्तमा सिद्धा। મારા વોર્મિ , સમવિમુત્તમં હિંદુ | ૬ ||
આ ગાથામાં ૧૦ પદ છે, જેમાંના બે સામાસિક છે. તેમને સમાસ વિશેષાર્થ પ્રસંગે છોડીશું અને બે પદની સંધિ થયેલી છે, તેને વિગ્રહ હમણાં જ કરીશું. સમાવિ પદના છેડે અનુસ્વાર આવેલું છે, તે અર્ધા ” રૂપ છે. તેમાં બીજા પદની આદિમાં આવેલું સંધિ પામતાં સમાવિમુત્તમ એ શબ્દપ્રયેાગ થયેલ છે.