________________
૨૬૧
પાંચમી ગાથાને અર્થપ્રકાશ
અહીં અમે એટલી સ્પષ્ટતા કરવા ઈચ્છીએ છીએ કે પ્રાર્થના એક આધ્યાત્મિક રહસ્ય છે. તેની પ્રતીતિ તર્કથી નહિ, પણ અનુભવથી જ થાય છે, તેથી પાઠકમિત્રોએ તેને અનુભવ મેળવવા તત્પર થવું.
અત્યાર સુધીનું વિવેચન લક્ષ્યમાં લેતાં પાંચમી ગાથાની અર્થસંકલના નીચે પ્રમાણે થાય છે ?
અર્થસંકલના આ રીતે મારા વડે અભિમુખ ભાવે વંદાચેલા–સ્તવાયેલા, સર્વે કર્મોને નાશ કરનારા, અજરામર અવસ્થાને પ્રાપ્ત થયેલા તથા જિનવરની ઉત્તમ ખ્યાતિને પામેલા એવા વીશે તીર્થકરે મારા પર પ્રસન્ન થાઓ.