________________
પાંચમી ગાથાને અર્થપ્રકાશ
૫૯ કર્યાને સંતોષ થતું નથી. આ વસ્તુ કદાચ પરંપરાગત સંસ્કારને આભારી હશે, પણ એ સંસ્કારો ઈચ્છાગ્ય છે, કારણ કે તેનું પરિણામ પ્રશસ્ત છે, સુંદર છે. તાત્પર્ય કે તીર્થકર ભગવંતને “ પ્રસન્ન થાઓ, પ્રસાદવાળા થાઓ” એવી પ્રાર્થના કરવામાં કશું અનુચિત નથી.
બીજા પાઠકમિત્ર પ્રશ્ન કરે છે કે “જે પ્રાર્થનાનું કંઈ પણ ફલ મળવાનું ન હોય, એવી પ્રાર્થના કરવાનું કઈ રીતે ઉચિત ગણાય ?” તેને ઉત્તર એ છે કે “તીર્થકર ભગવંતેને કરેલી પ્રાર્થનાનું કંઈ ફલ મળતું નથી, એમ માનવું–મનાવવું ભૂલભરેલું છે. તેમને કરેલી પ્રાર્થનાથી ચિત્તની શુદ્ધિ થાય છે, તેનાથી કર્મને ક્ષય થાય છે અને તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ તેનું મોટામાં મોટું ફલ છે. તેમને પ્રસાદ માગવાની પાછળ મુખ્ય હેતુ એ છે કે આપણે તેમની ભક્તિ વધારે સારી રીતે કરી શકીએ અને એ રીતે મોક્ષની સમીપ પહોંચી શકીએ. તાત્પર્ય કે તીર્થકર ભગવંતને કરેલી પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી, એટલે સુજ્ઞજનેએ તેને આશ્રય લે ઉચિત છે.”
ત્રીજા પાઠકમિત્ર પ્રશ્ન કરે છે કે “જિન ભગવંતને પ્રાર્થના કરતાં આપણી મુશ્કેલીઓ અંગે કંઈ માર્ગદર્શન મળે ખરું ?” એનો ઉત્તર અમે હકારમાં આપીએ છીએ, કારણ કે એને અમને અનુભવ થયેલ છે.
અમે પિતે એક વખત ઘણી મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. હાથ પરને ધંધે ચાલ્યા ગયે હતું અને માથે દેવું રહી ગયું હતું. હવે આજીવિકા કેમ ચલાવવી? એ મુંઝવણ
ભગવંતને 52 આશ્રય લેવા
કે જિન ભગ