________________
૨૫૫
પાંચમી ગાથાને અર્થપ્રકાશ-૧ તેને પુત્ર પરિવાર, તેના નોકર-ચાકરે અને ધીકતો ધંધે જોઈને આપણે એમ માની લઈએ છીએ કે આ મનુષ્ય સર્વ રીતે સુખી છે, પણ ઊંડા ઉતરીને જોઈએ તે આપણી એ માન્યતાને ભાંગીને ભૂક થઈ જાય છે, અર્થાત્ તે પણ અનેક પ્રકારે દુઃખી હોવાનું જણાઈ આવે છે. ચકવર્તીએ, વાસુદે, શાસનસમ્રાટો અને આજની ભાષામાં કહીએ તે રાષ્ટ્રના પ્રમુખ, રાષ્ટ્રપતિએ કે વડા પ્રધાને કોઈ તેમાં અપવાદરૂપ નથી. જે અબજોપતિ છે અને સેંકડો કારખાનાંઓની માલિકી ધરાવે છે, તે પણ એક યા બીજા પ્રકારનાં દુઃખેને ભોગ બનેલા છે.
શરીરની દુર્બલતા, ઇંદ્રિયની વિકલતા, નવા નવા રેગનું આક્રમણ તથા અનેક બાબતમાં પરવશપણું એ જરા-અવસ્થાનાં દુઃખો છે. મરણનું દુઃખ તે પ્રસિદ્ધ જ છે. ગમે તેવા દુઃખી કે બેહાલ મનુષ્યને પણ મરવું ગમતું નથી.
તીર્થકરે જન્મ-જરા–મૃત્યુની આ દુઃખમય જટિલ જંજાલમાંથી સદાને માટે છૂટી ગયા છે, એ તેમની મહાન સિદ્ધિ છે કે જેને બિરદાવવા માટે અહીં ઉઠ્ઠી–ગરમાળા એવા વિશેષણને પ્રયોગ થયેલ છે.
જે આપણે તીર્થકરના આ ગુણ પર યથાર્થ પ્રણિધાન કરીએ તો આપણને ચોરાશીના ચક્કર પર નફરત આવ્યા વિના રહે નહિ.
અહીં એક પાઠકમિત્ર પ્રશ્ન કરે છે કે “રાશીના ચક્કરથી શું સમજવું ?” તેને ઉત્તર એ છે કે “આ