________________
૨૫૪
લેગસ મહાસૂત્ર પરમપદ પામેલા છે, એટલે હવે તેમને કેઈ ને ભવ-નવે. અવતાર લેવાનું નથી. જ્યાં ને ભવ કેનવો અવતાર લેવાને ન હોય, ત્યાં જન્મ, જરા કે મૃત્યુ ક્યાંથી હોય ? આ બધી વસ્તુઓ ભવ એટલે દેહધારણને લીધે જ સંભવે છે, એટલે તેને અભાવ થતાં જન્મ, જરા અને મૃત્યુને પણ અભાવ થાય છે.
કેટલાક લોકો એમ માને છે કે ધર્મરૂપી તીર્થની - અવનતિ–અવદશ થતાં તેને ઉદ્ધાર કરવા માટે સિદ્ધ થયેલા આત્માઓ ફરીને અવતાર ધારણ કરે છે, પરંતુ આ માન્યતા વ્યાજબી નથી. જેઓ અવતાર ધારણ કરે છે, તેઓ પરમપદ સુધી પહોંચેલા રહેતા નથી અને જેઓ પરમપદ સુધી પહોંચેલા છે, તેઓ અવતાર ધારણ કરતા નથી. જેમ બીજ બળી ગયા પછી તેમાંથી અંકૂર ફૂટતા નથી, તેમ કર્મો દગ્ધ થયા પછી-નાશ પામ્યા પછી તેમાંથી અવતાર ધારણરૂ૫ અંકુર ફૂટ નથી.
જ્યાં જન્મ, જરા કે મરણ ન હોય, ત્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ સંભવે નહિ, કારણ કે સર્વે દુઃખની ઉત્પત્તિ તેમાંથી જ થાય છે. માતાના ગર્ભમાં નવ માસ કે તેથી અધિક સમય સુધી ઊંધા મસ્તકે લટકી રહેવું, અશુચિમય પુદ્ગલમાંથી આહાર ગ્રહણ કરે વગેરે જન્મનાં દુઃખો છે. બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા કે યુવાવસ્થા કઈ દુઃખથી રહિત નથી. તેમાં એક યા બીજા પ્રકારનું દુઃખ અવશ્ય હોય છે. એક મનુષ્યની અઢળક ધન-સંપત્તિ, રૂપાળી યુવાન પત્ની,