________________
લેગસ્ટ મહા સૂત્ર અને પછી નિર્જરને આશ્રય લઈ સત્તામાં રહેલાં તમામ કર્મોને ખેરવી નાખે છે. તે માટે તેઓ જે પુરુષાર્થ કરે છે, તે અજોડ, અપૂર્વ કે અભૂત હોય છે. ખરી વાત તે એ છે કે તેઓ છેલ્લા કેટલાક ભવથી કર્મ કટક સાથે આકરું યુદ્ધ ખેલતા હોય છે, જેને છેવટને ફેંસલો તેમને આ તીર્થકરના ભવમાં કરી નાખવાનો હોય છે, એટલે તેઓ પુરુષાર્થની પરાકાષ્ઠાએ પહોંચે છે અને એ રીતે મોક્ષપ્રાપ્તિ માટે પુરુષાર્થવાદની પ્રતિષ્ઠા કરે છે.
ભગવાન મહાવીરે પુરુષાર્થવાદની પ્રતિષ્ઠા માટે પાંચ * સિદ્ધાંતે સ્થાપિત કર્યા હતા, તે આ પ્રમાણેઃ (૧) ઉથાન, (૨) કર્મ, (૩) બલ, () વીર્ય અને (૫) પરાક્રમ. ઉત્થાન એટલે આળસ મરડીને ઊભા થવું, જડતા ખંખેરીને જાગૃત થવું. કર્મ એટલે નિશ્ચયપૂર્વક કામે લાગવું, ઉદ્યમ કરવા મચી પડવું. બલ એટલે સ્વીકૃત કાર્યમાં કાયા, વાણી તથા મનના બળને રેડવું. વીર્ય એટલે સ્વીકૃત કાર્યને પાર પાડવામાં આનંદ માન, ઉત્સાહ રાખે. અને પરાક્રમ એટલે વિનો, મુશ્કેલીઓ કે મુશીબતેને વીરતાથી સામને કરે.
પુરુષાર્થ વિના ધર્મ નથી. જે જેટલા પ્રમાણમાં પુરુષાર્થ કરે છે, તેને તેટલા પ્રમાણમાં ધર્મની પ્રાપ્તિ થાય છે. “ધર્મ થ હશે તે થશે” એમ બોલીને તેના પ્રત્યે ઉપેક્ષા દર્શાવનારા કદી પણ ધર્મની પ્રાપ્તિ કરી - શક્તા નથી. લક્ષ્મી કે સંપત્તિ કદાચ એકાએક-અણધાર્યા