________________
લેગસ્સ મહાસૂત્ર છે, તે પાઠકમિત્રોએ વાંચવા-વિચારવા જેવા છે. તાત્પર્ય કે ચિત્તની એકાગ્રતારૂપ પ્રણિધાન ધાર્મિક ક્રિયાઓમાં અથથી ઇતિ સુધી આવશ્યક છે. લેગસ્સસૂત્રના પાઠમાં પણ એમ જ સમજવાનું છે, એટલે કે તે પ્રણિધાનપૂર્વક કરવાનો છે.
ભગવાનની ભક્તિ તે ઘણું કરે છે, પણ તે સામાન્ય કેટિની હવાથી ધાર્યું પરિણામ આવતું નથી. બીજ વાવીને બેસી રહીએ અને તેને ખાતર-પાણી કશું ન આપીએ તે એ બીજમાંથી વૃક્ષ પ્રકટે શી રીતે? તાત્પર્ય કે ભક્તિમાં વિશેષતા આવવી જોઈએ. એ વિશેષતા ચિત્તની એકાગ્રતા, ભગવાન પ્રત્યે અત્યંત પ્રીતિ અને તેમના પ્રત્યે સમર્પણભાવ કેળવવાથી આવે છે. આ સૂત્રના આલંબનથી આપણે એ દિશામાં આગળ વધીએ.
હવે પ્રણિધાન શબ્દના ત્રીજા અર્થ પર આવીએ, જે અહીં પ્રસ્તુત છે. ભગવાન સ્વામી છે અને આપણે સેવક છીએ, એ ભાવ અંતરમાં કેળવ્યા વિના ભક્તિ યથાર્થ સ્વરૂપે થતી નથી. હવે સેવક તે સ્વામી પાસે જોઈતી વસ્તુની પ્રાર્થને જરૂર કરે છે, તેથી જ ભગવાનની ભક્તિમાં પ્રાર્થનાને સમાવેશ કરવામાં આવ્યા છે. સૂત્રની પાંચમી, છઠ્ઠી તથા સાતમી ગાથામાં તીર્થકર ભગવંતેને પ્રાર્થના થયેલી છે, તેથી તેને પ્રણિધાન-ગાથા–ત્રિક કહેવામાં આવે છે.
પ્રણિધાન અંગે આટલી સ્પષ્ટતા કર્યા પછી હવે આપણે પ્રણિધાનસૂચક ત્રણ ગાથાઓ તરફ વળીશું અને તેમાંની પહેલી ગાથા અર્થ પ્રકાશ માટે હાથ ધરીશું. તેની શબ્દરચના આ પ્રમાણે થયેલી છે: