________________
પાંચમી ગાથાને અર્થપ્રકાશ
૨૪૯ તેમાં અમને સફલતા મળતી નથી, તેનું કારણ શું ? તેને ઉત્તર એ છે કે “જેમનાં મન અતિ પ્રતિભાશાળી છે, તેમને આ પ્રકારનું કલ્પનાચિત્ર તરત ઉઠે છે, જેમનાં મન ઠીક ઠીક પ્રતિભાશાળી છે, તેમને આવું ચિત્ર કેટલાક પ્રયત્નો પછી ઉઠે છે અને જેમનાં મન અ૫ પ્રતિભાવાળા છે, તેમને આવું કલ્પનાચિત્ર ઘણા પ્રયત્ન પછી ઉઠે છે. પરંતુ તેઓ તીર્થકરોની મૂર્તિનાં કે તેમનાં સુંદર ચિત્રોનાં વારંવાર દર્શન કરતા રહે, તે તેમને આ બાબતમાં ઘણી સહાય મળે છે. ટૂંકમાં આ વિષય મનની આંખ-(Mind's eye) થી જોવાનું છે, એટલે સુયોગ્ય માર્ગદર્શનથી તેમાં સફળતા મળે છે.
અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે પ્રયત્ન કરવા છતાં તીર્થકર ભગવંતનું કલ્પનાચિત્ર આપણું મનમાં ઉઠે નહિ તો તેઓ આપણી સામે રહેલા છે, એમ માનીને કામ ચલાવવું, એ પણ એક પ્રકારની અભિમુખતા જ છે.
અહીં કદાચ એવો પ્રશ્ન થશે કે “સૂત્રની બીજી, ત્રીજી અને એથી ગાથામાં તો વંદનની જ વાત આવે છે, જ્યારે અહીં મિથુના પદ વડે અભિસ્તવાયેલા” એમ કહેવાયું છે, તેનું કારણ શું ?? તેનો ઉત્તર એ છે કે “સૂત્રની બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં વંદનની જે વાત છે, તે માત્ર કાયિક વંદનની વાત નથી, પણ કાયિક-વાચિક-માનસિક એ ત્રિવિધ વંદનની વાત છે અને વાચિક વંદન તથા માનસિક વંદનમાં સ્તવન પણ આવી જાય છે, તેથી અહીં મિથુકા યદ વડે અભિસ્તવાયેલા એમ જે કહેવાયું છે, તે યથાર્થ છે.