________________
[ ૧૬ ] પાંચમી ગાથાનો અર્થ પ્રકાશ
ભાવવંદનને અધિકાર પૂરે થે. હવે પ્રણિધાનને અધિકાર શરુ થાય છે. પ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા, પ્રણિધાન એટલે ભક્તિવિશેષ અને પ્રણિધાન એટલે પ્રાર્થના. આ ત્રણેય અર્થો સંબંધી અહીં વિચારણા કરી લઈએ.
જે આપણું ચિત્ત એકાગ્ર ન હોય, સ્થિર ન હોય, તે કોઈ પણ નાની-મોટી ધાર્મિક, આધ્યાત્મિક કે યૌગિક કિયા આપણે યથાર્થ પણે કરી શકીએ નહિ. અરે ! વ્યાવહારિક કાર્યોની સફલતા માટે પણ તેની ખાસ જરૂર પડે છે. જે મનુષ્યનું ચિત્ત એકાગ્ર નથી, સ્થિર નથી, વિદ્વલતાથી યુક્ત છે, તે કઈ પણ કાર્ય સારી રીતે સંપન્ન કરી શક્તિ નથી. તેથી જ ચિત્તની એકાગ્રતા (Concen tration of mind) ને સફલતાની સાચી ચાવી માનવામાં આવી છે. અમે સ્મરણકલામાં, જપ-ધ્યાન-રહસ્યમાં, તથા સામાયિકવિજ્ઞાનમાં તે અંગે ખાસ પ્રકરણે લખેલાં