________________
બીજી-ત્રીજી-ચેથી ગાથાને અર્થ પ્રકાશ ર૩૧ આપ્યું. એવામાં તેને પિછ કરતું એક બાજપક્ષી ત્યાં આવી પહોંચ્યું અને કહેવા લાગ્યું કે “હે રાજન ! મારું ભક્ષ્ય મને આપી દે.” રાજાએ કહ્યું“જીવની હિંસા કરવાથી તારે નરકમાં જવું પડશે, એ તું જાણે છે?” બાજે કહ્યું: “જે તમે કબૂતરને બચાવે છે, તે મને પણ સુધામાંથી બચાવે. હું માંસ સિવાય બીજું કંઈ ખાતે. નથી.” રાજાએ કહ્યું “કબૂતરને તે હું અભયવચન આપી ચૂક્યો છું, એટલે તેને તે તને નહિ જ આપું, પણ તારી સુધા શાંત થાય, તે માટે હું તને કબૂતરના જેટલું જ દેહનું માંસ આપીશ.”
પછી ત્રાજવું મંગાવી એક પલ્લામાં પિલા કબૂતરને મૂકયું અને બીજા પલ્લામાં પોતાના દેહનું માંસ કાપીને મૂછ્યું, પણ તે કબૂતરના પલ્લા બરાબર થયું નહિ, એટલે તેમણે દેહનું વધારે માંસ કાપીને પલ્લામાં મૂક્યું, છતાં કબૂતરવાળું પલ્લું નીચું જ રહ્યું. મેઘરથ રાજા એકવચની હતા અને દયાળુ પણ એવા જ હતા. તેમણે પિતાના દેહની દરકાર ન કરતાં તેમાંથી વિશેષ માંસ કાપીને પલ્લામાં મૂક્યું, પરંતુ આશ્ચર્યની વાત કે કબૂતરવાળું પલ્લું ઊંચું આવ્યું જ નહિ. છેવટે તેઓ પોતે ત્રાજવામાં બેઠા કે હાહાકાર મચ્યો. સર્વ સ્નેહીજને કહેવા લાગ્યા કે “પ્રભા તમે આ શું કરે છે? એક પક્ષીને માટે તમે તમારા અમૂલ્ય દેહનું બલિદાન શા માટે આપ છો? અમને તે આ કબૂતર માયાવી લાગે છે, નહિ તે તેનું વજન આટલું હોય નહિ.”