________________
બીજી-ત્રીજી-ચેથી ગાથાને અર્થપ્રકાશ
૨૨૩ आदिमं पृथिवीनाथमादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च, श्रीऋषभस्वामिनं स्तुमः ।।
તેઓ પહેલા રાજા શા માટે? શું તેમના પિતા રાજા ન હતા ? ” એ પ્રશ્ન કદાચ અહીં પૂછાશે. તેને ઉત્તર એ છે કે રાજા અને રાજ્યપદ્ધતિ તેમના જ સમયમાં દાખલ થઈ હતી. તે પહેલાં મનુષ્ય ટોળીઓ બાંધી વન– અરણ્ય-જંગલમાં રહેતા અને તેમને નાયક કુલકર કહેવાતે. શ્રી ઋષભદેવના પિતા નાભિ આવા એક કુલકર હતા, પરંતુ તેમને જે તે રાજા જે જ ગણી શકાય. તેઓ વિમલવાહન નામના કુલકરની સાતમી પેઢીએ ઉતરી આવ્યા હતા, એટલે તેમનામાં ખાનદાનીનું ખમીર પણ હતું. એ જમાને યુગલિયાઓનો ગણાતે, એટલે એ વખતે
સ્ત્રી પુત્ર-પુત્રીનાં જોડકાંને સાથે જ જન્મ આપતી અને તે મિટા થતાં તેમની વચ્ચે પ્રાકૃતિક વ્યવહાર થતું. એ રીતે પ્રજનન કાર્ય ચાલુ રહેતું. તેઓ અત્યંત ભદ્રિક અને ભેળા હતા અને જંગલમાંથી જે કંઈ પત્ર-પુષ્પ–ફલાદિ મળે તેના પર નિર્વાહ કરતા. તેની જ્યારે અછત થઈ ત્યારે ચેખા વગેરે ધાન્યને ઉપયોગ કરવા લાગ્યા, પણ તે ધાન્ય એ મને એમ પચતું ન હતું, એટલે શ્રી ઋષભદેવે તેમને માટીનાં વાસણો બનાવતાં શીખવ્યું અને અગ્નિપ્રયોગ પણ શીખવ્યું. પછી તેમણે જીવનેઉપગી બીજી પણ ઘણી કલાઓ શિખવી અને લિપિતથા ગણિતનું જ્ઞાન પણ આપ્યું. ટૂંકમાં તેમના વડે માનવસંસ્કૃતિને પાયે નંખાયે અને સમાજ તથા રાજ્ય અસ્તિત્વમાં