________________
૨૨૮
લેગસ મહાસૂત્ર સાથે છે, વંદિર પદને સંબંધ કાયિક નમસ્કાર સાથે છે અને ચિ પદને સંબંધ માનસિક નમસ્કાર સાથે છે.
શ્રીમાન હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરા-ચેત્યવંદનવૃત્તિમાં “પ્રશરસ્તાવનામન:પ્રતિદિતિ વન' એવું વિધાન કરેલું છે, તેને અર્થ એ છે કે કાયા, વચન અને મનની પ્રશસ્ત પ્રવૃત્તિનું નામ વંદન છે, એટલે વંદન–નમસ્કારમાં આ ત્રણે ય વસ્તુઓ પ્રશસ્ત ભાવે પ્રવર્તવી જોઈએ. તે આ પ્રકારના નમસ્કારથી જ પ્રવર્તે છે.
મર્ય-શ્રી સંભવનાથ ભગવાન જ્યારે માતાના ગર્ભમાં હતા, ત્યારે ખેતરોમાં ઘણું ધાન્યને સંભવ થયે હતું, એટલે કે ઘણું દાન્યની ઉત્પત્તિ થઈ હતી, તેથી તેમનું નામ સંભવ પાડવામાં આવ્યું હતું.
મciviશ્રી અભિનંદન સ્વામી જ્યારે માતાના ગર્ભમાં હતા, ત્યારે દેવેન્દ્ર વારંવાર આવીને તેમનું અભિનંદન કરતા હતા, તેથી તેમનું નામ અભિનંદન પાડવામાં આવ્યું હતું.
સુમરું–શ્રી સુમતિનાથ પ્રભુ જ્યારે ગર્ભમાં હતા, ત્યારે તેમની માતાને સારી મતિ ઉત્પન્ન થયેલી અને બે શેક વચ્ચેના ઝઘડાનું સમાધાન કરાવેલું, તેથી તેમનું નામ સુમતિ પડયું હતું.
પમપદું-પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા પછી માતાને પદ્મની-કમલની શય્યામાં સૂવાનો દોહદ થયે હતું, જે દેવતાએ પૂર્ણ કર્યો હતો અને તેઓ પદ્મ જેવા રંગવાળા હતા, તેથી તેમનું નામ પદ્મપ્રભ પડ્યું હતું.