________________
બીજી–ત્રીજી-ચોથી ગાથાને અર્થ પ્રકાશ અતિ મહત્ત્વની હોવાથી તે વિશેષ વિચારણા માગે છે. વંદન–પ્રણામ-નમસ્કાર કાયાથી, વચનથી અને મનથી એમ ત્રણ પ્રકારે થાય છે. એ ત્રણેય પ્રકારે અહીં ગ્રહણ કરવા રોગ્ય છે, કારણ કે તે સિવાય નમસ્કારની કિયા પૂર્ણ થતી નથી, પૂર્ણતાને ધારણ કરતી નથી. હાથ જોડવા, મસ્તક નમાવવું, પંચાંગપ્રણિપાત કરે, એ કાયિક નમસ્કાર છે, મુખથી નમસ્કારને રેગ્ય વચને બેલવાં એ વાચિક નમસ્કાર છે અને મનથી વંદનીય વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધા-ભક્તિબહુમાન-પૂજ્યભાવની લાગણી પ્રદર્શિત કરવી, એ માનસિક નમસ્કાર છે. આ ત્રણમાંથી એક પણ કિયા ઓછી હોય તે નમસ્કારની ક્રિયા અધૂરી રહે છે, અપૂર્ણ રહે છે અને તેથી ગ્ય ફલ આપી શકતી નથી.
એક મનુષ્ય કાયાથી તથા વાચાથી નમસ્કાર કરતો હૈય, પણ માનસિક નમસ્કાર ન કરતે હેય, તે એ દ્રવ્યનમસ્કાર છે કે જેનું વિશેષ મૂલ્ય નથી. તે જ રીતે એક મનુષ્ય મનથી નમસ્કાર કરતો હોય, પણ તેને અનુરૂપ કાયા તથા વચનની ચેષ્ટા ન કરતા હોય તે એ નમસ્કાર અપૂર્ણ છે અને તેનું ફલ પણ જોઈએ તેવું મળી શકતું નથી. તેથી જ કાયિક, વાચિક અને માનસિક એ ત્રણેય પ્રકારના નમસ્કાર ગ્રહણ કરવા એગ્ય છે. જે અહીં આપણે આ ત્રણેય પ્રકારના નમકારે ગ્રહણ ન કરીએ તે છઠ્ઠી ગાથામાં વિત્તિય-વંદિર-મહિયા એવાં જે પદો આવે છે, તે સાર્થક થઈ શકે નહિ. વિત્ત પદને સંબંધ વાચિક નમસ્કાર