________________
બીજી-ત્રીજી-ચેથી ગાથાને અર્થપ્રકાશ ૨૨૫ ન મળે, એટલે ઉપવાસી રહ્યા. તેમણે ધાર્યું હોત તે લકોને આડકતરૂં સૂચન કરી દીધું હતું કે મને અમુક જાતને આહાર–પાણી આપ, પણ આ તે ખરા નિગ્રંથ હતા, ખરા ફક્કડ હતા, તે આ પ્રકારનું આડકતરૂં સૂચન કરીને દુષપાત્ર કેમ ઠરે? આને કર્મનિજરને એક મહાન મોટો ગણી તેઓ ઉપવાસ પર ઉપવાસ કરવા લાગ્યા. આખરે ૧૩ માસ અને ૧૦ દિવસના અંતે હસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારને હાથે તેમણે શેરડીના રસથી પારણું કર્યું. વૈશાખ સુદ-૩ ને એ દિવસ હતે. તે આ અક્ષયદાનને લીધે અક્ષયતૃતીયા તરીકે પ્રસિદ્ધિ પામ્યું. આજે પણ શ્રી ઋષભદેવ ભગવાનની આ ભવ્ય અને દારુણ તપશ્ચર્યાના અનુકરણરૂપે આપણું સમાજમાં ઘણા ભાવિકે વરસીતપ કરે છે અને તેનું પારણું આ મંગલદિને કરી કૃતાર્થતા અનુભવે છે.
તપ–ધ્યાનાદિ ઉગ્ર સાધનાના અંતે તેઓ કેવલજ્ઞાન પામ્યા અને તીર્થપ્રવર્તન કરતાં પ્રથમ તીર્થકર તરીકે વિખ્યાત થયા.
શ્રી કષભદેવ અષ્ટાપદગિરિપર નિર્વાણ પામ્યા, એ પણ એમની વિશેષતા જ છે, કારણ કે ત્યાર પછીના કેઈ તીર્થકર અષ્ટાપદગિરિ પર જઈને નિર્વાણ પામેલા નથી.
શ્રી કષભદેવ તથા અન્ય તીર્થકરેનાં માતા-પિતાનાં નામ, જન્મસ્થાન, લાંછન, શરીરપ્રમાણ, વર્ણ અને આયુષ્યને લગતી માહિતી આ પ્રકરણ પછી અપાયેલ ખાસ કઠામાંથી મળી શકશે. ૧૫