________________
- ૨૨૨
લેગસ મહા સૂત્ર કઈ કારણ રહેલું છે, એ આપણુ આચાર્યોને મત છે અને તે કારણે તેમણે જણાવેલાં છે, એટલે તે આ વિભાગમાં રજૂ કરીશું. ઉપરાંત તીર્થકરે અંગે જે વિશેષ કહેવા જેવું હશે, તેની પણ અહીં રજૂઆત કરીશું. બધાં તીર્થકરોનાં નામે બીજી વિભક્તિના એકવચનમાં આવેલાં છે.
૩મં–આ પદનું સંસ્કૃતરૂપ ત્રથમ છે અને વિકલ્પ કૃષમ પણ છે. આ ષમ કે વૃષમ નો સામાન્ય અર્થ બળદ છે પણ પિતાની જાતિમાં શ્રેષ્ઠ હોય, તેને પણ વૃષભ કહેવામાં આવે છે. નવા વરસ વાળરસ એ પંક્તિમાં વૃષભ શબ્દને પ્રવેગ આ રીતે થયેલે છે.
| શ્રી કષભદેવના બંને સાથળમાં વૃષભનું લંછન ન હતું અને તેમની માતાને ચૌદ મહાસ્વપ્નમાં પ્રથમ હાથી દેખાવાને બદલે વેત વર્ણવાળ, પુષ્ટ સ્કંધવાળો, લાંબા અને સરલ પુછવા તથા સુવર્ણની ઘુઘરમાળવાળે વૃષભ દેખાયે હતું, એટલે તેમના પિતા નાભિકુલકરે અને માતા મરુદેવીએ આ નામ પસંદ કર્યું હતું.
શ્રી કષભદેવ વર્તમાન ચોવીશીના પહેલા તીર્થકર થયા, એટલે આદિનાથ કહેવાયા છે અને સંસ્કૃત યુગના પ્રારંભમાં થયા, એટલે યુગાદિદેવની ખ્યાતિ પામેલા છે. તેઓ આ દેશના પ્રથમ રાજા, પ્રથમ સાધુ અને પ્રથમ તીર્થકર હતા, તેથી જ શ્રી હેમચંદ્રાચાર્યે તેમની નિમ્ન -શબ્દ વડે સ્તુતિ કરેલી છે?