________________
તીર્થંકરવાદ
૨૦૧
રત્નોની જાતિમાં ઉત્પન્ન થાય છે; અકાયના જીવામાં મહાન તીર્થંક રૂપે ઉત્પન્ન થાય છે; અગ્નિકાયના જીવામાં મોંગલદીપ આદિરૂપે ઉત્પન્ન થાય છે; વાયુકાયમાં મૃદુ, શીતલ, સુગંધ વાયુરૂપે ઉત્પન્ન થાય છે અને વનસ્પતિકાયમાં કલ્પવૃક્ષ, પારિજાત, ચંદન, ચ'પક, આમ્ર, અશેક વગે૨ે વૃક્ષ તરીકે અથવા ચિત્રાવેલ આદિ પ્રભાવશાળી ઔષધિઓ તરીકે ઉત્પન્ન થાય છે. તે જ રીતે એઇન્દ્રિય, તેઇન્દ્રિય ચકરિન્દ્રિયમાં પણ ઉત્તમ રૂપે ઉત્પન્ન થાય છે અને પંચે ન્દ્રિય તિયચમાં ઉત્તમ પ્રકારના હસ્તી કે શુભ લક્ષણેવાળા અશ્વ વગેરે તરીકે ઉત્પન્ન થાય છે.
તે પછી મનુષ્યગતિમાં ઉત્તમ ફુલામાં ઉત્પન્ન થઈ સમ્યક્ત્વ પામે છે અને પ્રશસ્ત સામગ્રીના ચેાગે વીશ સ્થા નકની ઉત્કૃષ્ટ આરાધના કરીને શ્રી તીથંકરનામકમ ની ઉપાર્જના પૂર્વક અનુત્તર વિમાન આદિ દેવલેાકમાં ઉત્પન્ન થાય છે. તી કરના કોઈ કાઈ આત્મા ચક્રવતી અવસ્થા પામતાં અનેકવિધ યુદ્ધો આદિનાં કારણે નરકમાં પણ ઉત્પન્ન થાય છે.
મનુષ્યભવ સિવાય અન્ય કોઈ ભવમાં મુક્તિ નથી, એટલે તીથ કરને છેલ્લા જન્મ મનુષ્ય તરીકે વિશુદ્ધ કુલજાતિમાં થાય છે. ભગવાન મહાવીરને મરીચિના ભવમાં કરેલા કુલમઢના કારણે તીથંકરના ભવમાં દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં આવવું પડયું, તેને એક અભૂતપૂર્વ ઘટના માનવામાં આવી હતી અને દેવેન્દ્ર હરિણૈગમેષી નામના