________________
[ ૧૮ ] તીર્થકરવાદ
અત્યાર સુધીના વિવેચન પરથી આપણું તારણહાર તીર્થકર ભગવંતે અંગે તમે કેટલીક હકીકતો જાણી ચૂક્યા છે, પણ હજી કેટલીક અગત્યની હકીકત જાણવાની બાકી છે, તે અમે આ પ્રકરણમાં રજુ કરવા ધારીએ છીએ, જેથી તમને જેન ધર્મનું તીર્થકરવાદને–જેન ધર્મના તીર્થકર અંગેની માન્યતાઓને પૂરે ખ્યાલ આવી જશે અને તે અનેક રીતે ઉપયોગી થઈ પડશે. જે બીજું ઘણું જાણતા હોય, પણ તીર્થકર અંગે જાણવા જેવું જાણતો ન હોય તે તેણે વાસ્તવમાં કશું જાણ્યું નથી. એકડા વિના ગમે તેટલાં મીંડાં હેય, તેનું કંઈ મૂલ્ય ખરું ?
આ તીર્થકર ભગવંત એ જૈન ધર્મને એકડે છે. તેને પ્રારંભમાં જ સારી રીતે લૂંટ જોઈએ, જેથી તેના સંસ્કાર મનમાં ઘણા ઊંડા પડે અને તે આપણી જીવનવાટિકાને વિકાસ કરવામાં અનેર–અને બે ભાગ ભજવે. અમે એક