________________
- ૨૦૪
લેગસ્સ મહા સૂત્ર
તેને સહેલ
અલ
કે, એ
દુર જ
હોય છે, જેને આપણે લંછન' તરીકે ઓળખીએ છીએ. આપણી કેટલીક સ્તુતિઓમાં વીશ તીર્થંકરનાં લંછનેનાં નામ આવે છે. અમે પિોતે અવધાન પ્રયોગોની પ્રક્રિયામાં તેને સફલતા પૂર્વક ઉપયોગ કરે છે.
તીર્થકરનું બલ ઘણું હોય છે. ચરણને અંગૂઠો - દબાવે અને મેરુ પર્વત કંપી ઉઠે, એ બળને કેટલું સમજવું ?
તેઓ બળને ઉપયોગ કરે તે હિંસક પશુઓ, દુદત મનુષ્ય - તથા અધમાધમ અસુર-વ્યંતરે આદિને ક્ષણભરમાં જ પરાભવ કરી શકે, પણ તેઓ આવી પડતા ઉપસર્ગોને સમતાભાવે ઝીલી લેવામાં માને છે અને એ રીતે પોતાનાં કર્મોની - નિર્જરા કરે છે.
તીર્થકરમાં રૂપ પણ ઘણું હોય છે અને કાંતિ પણ ઘણી હોય છે. તેના લીધે તેમનું વ્યક્તિત્વ અદ્દભુત લાગે છે.
માતાપિતા પણ તેમના જન્મને ભારે મહોત્સવ કરે છે, જે વખતે સ્નેહી–સંબંધીજનેને મિષ્ટ ભેજન અને દીનદુઃખી–જનોને છૂટા હાથે દાન આપવામાં આવે છે. પ્રજા પણ એ મહોત્સવમાં સામેલ થાય છે અને વિવિધ પ્રકારે પિતાને આનંદ પ્રદર્શિત કરે છે. યોગ્ય દિવસે વિધિપૂર્વક તેમનું નામકરણ થાય છે.
ટૂંકમાં તીર્થકરને જન્મ એ આ જગતની એક એવી મહત્ત્વપૂર્ણ અને ઉપકારક ઘટના છે કે તેની નેંધ પ્રકૃતિનાં - ગૂઢ બલે, દેવ-દેવતાઓ તથા માનવસમાજને લીધા વિના - ચાલતું નથી.