________________
તીર્થકરવાદ
૨૦e ધર્મદેશના દે છે અને તે જ વખતે ધર્મતીર્થનું કે તીર્થનું પ્રવર્તન કરે છે, એટલે તીર્થકરની ખ્યાતિ પામે છે.
એ સમય એવો હોય છે, જ્યારે નીતિ અને ન્યાયને લગભગ નાશ થઈ ચૂક હોય છે, અધર્મનું ચડી વાગ્યું હોય છે, સાધુઓ અને સતીઓનાં માન સાવ ઘટી ગયા. હોય છે અને પાખંડીઓ, ધૂર્તો તથા દુષ્ટો પિતાની મનગમતી લીલા આચરી રહ્યા હોય છે. રાજાઓ રાજ્યધર્મ ભૂલ્યા હોય છે અને વિદ્વાને સ્વાર્થ પરાયણ બની પિતાનો સ્વાર્થ સાધતા હોય છે. પણ તીર્થકર ભગવંતની અદ્ભુત ધર્મદેશના ચાલુ થતાં આ પરિસ્થિતિમાં મોટું પરિવર્તન થવા લાગે છે. ટૂંકમાં કદીએ તે અનીતિના સ્થાને નીતિ, અન્યાયના સ્થાને ન્યાય અને અધર્મના સ્થાને ધર્મની સ્થાપના થાય છે, તેથી સમાજ અને રાજ્યનું સમસ્ત ચિત્ર બદલાઈ જાય છે. તીર્થકર ભગવતેને આદિકર કહેવામાં આવે છે, તેને અર્થ એ છે કે તેઓ એક નવો જ ધર્મયુગ શરૂ કરે છે અને સમસ્ત માનવજાતિનું વિચારધારણ તથા આચારરણુ ખૂબ ઊંચું લાવે છે.
તીર્થકરોની ધર્મદેશના દરમિયાન તેમણે સ્થાપેલા ચતુર્વિધશ્રીસંઘની ઝડપથી વૃદ્ધિ થતી રહે છે અને તે એક મોટું ધર્મ પ્રચારક બળ બની જાય છે.
કઈ તીર્થકર રેગથી મરે નહિ, તેમનું અપમૃત્યુ થાય નહિ કે તેમને કેઈ અકસ્માત નડે નહિ. તેઓ
૧૪