________________
તીર્થ કરવાદ
૨૧૩
તીર્થકરનું નામ સુગમ એટલે સુપ્રભ આપ્યું છે, ત્યારે સમવાયંગસુત્ર અને લેગસ્સસૂત્રમાં પરમપદ્દ એટલે પદ્મપ્રભ આપેલું છે. ભગવતીસૂત્રમાં આઠમા તીર્થંકરનું નામ સરસ એટલે શશિ આપેલું છે, ત્યારે સમવાયાંગસૂત્ર અને લેગસ્મસૂત્રમાં રંg૬ એટલે ચંદ્રપ્રભ આપેલું છે. ભગવતી સૂત્રમાં નવમા તીર્થંકરનું નામ પુરંત એટલે પુષ્પદંત આપેલું છે, ત્યારે સમવાયાંગસૂત્રમાં સુધિ અને લોગસ્સસૂત્રમાં સુરિ અને પુત્ર એ બંને નામે આપેલાં છે. અને ભગવતીસૂત્રમાં તથા સમવાયાંગસૂત્રમાં બાવીશમા તીર્થકરનું નામ નેમિ આપેલું છે, ત્યારે લેગસસૂત્રમાં
મ-અરિષ્ટનેમિ આપેલું છે. પરંતુ કાલાંતરે છઠ્ઠા તીર્થકરનું નામ સુપાર્શ્વ, આઠમા તીર્થંકરનું નામ ચંદ્રપ્રભ, નવમા તીર્થંકરનું નામ સુવિધિ અને બાવીશમા તીર્થકરનું નામ નેમિ સ્થિર થયેલું જણાય છે. આજે તીર્થકરોનાં નામ સંબંધી કેઈ વિવાદ નથી.
અહીં બીજો મુદ્દો વિચારવાનો એ છે કે પ્રાચીન ગ્રંથમાં તીર્થકરેનાં જે નામે પ્રાપ્ત થાય છે, તે ઝષભ અજિત, સંભવ, આ રીતે માત્ર સાદાં નામે જ પ્રાપ્ત થાય છે, એટલે પ્રાચીનકાલમાં તે એ રીતે જ બોલાતાં હશે. રામ, કૃષ્ણ એ નામે પણ આ જ પ્રકારનાં છે ને ? પરંતુ લેગસસૂત્રની બીજી, ત્રીજી અને ચોથી એ દરેક ગાથામાં એક કિom પર મૂકીને એમ સૂચવ્યું છે કે આ દરેક નામના છેડે જિન શબ્દ લગાડવો. આ નામે રાષભજિન