________________
૧૯૮
લેગસ્સ મહા સૂત્ર ણનું કારણ બને છે. આ રીતે વીશેય અહંકેવલીઓનું સ્તવન કરવાના લાભો ઘણું છે.
પ્રશ્ન –આપણને કેઈલાભની ઈચ્છા ન હોય તો ?
ઉત્તરઃ—આપણે ગમે તેવા લાભને ન ઈછીએ, પણ ઉત્તમ કટિના લાભની ઈચ્છા તે જરૂર કરીએ. ઉપર જણાવ્યા એ લાભ ઉત્તમ કોટિના છે.
* પ્રશ્ન –અર્વ કેવલીઓનું અનન્ય ભાવે સ્તવન કરતાં કોઈ ચમત્કાર થાય ખરે ?
ઉત્તરઃથાય. એના કેટલાક દાખલાઓ ઈતિહાસમાં સેંધાયેલા છે. શ્રીજિનપ્રભસૂરિએ શત્રુંજયમંડન શ્રી આદિનાથ ભગવાનનું અનન્ય ભાવે સ્તવન કર્યા પછી સુલતાન તઘલખના માણસેએ તેના પર ઘણના ઘા કરવા માંડયા હતા, પણ તેને એ મૂર્તિને સ્પર્શ થયે ન હતે. વિક્રમની અઢારમી સદીમાં શ્રી ભાવવિજ્યજી મહારાજે શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથના યાત્રાધામમાં જઈ તેમનું અનન્ય ભાવે સ્તવન કરતાં તેમની આંખને અંધાપ દૂર થયે હતે. લંકાપતિ રાવણે અષ્ટપદ પર જિનભગવંતેનું અનન્ય ભાવે સંગીતમય સ્તવન કરતાં તીર્થંકરનામકર્મ બાંધ્યું, એ પણ એક ચમત્કાર જ સમજેને ! પરંતુ અમારી મિત્રભાવે સલાહ છે કે અહેતુકેવલીઓનું–જિનેનું સ્તવન કેઈ ચમત્કાર જેવાની બુદ્ધિએ નહિ, પણ ભક્તિનિમિત્તે જ કરવું અને તે ખૂબ ભાવપૂર્ણ કરવું. ભાવે કરેલી ભક્તિનું ફલ આપણી ધારણા કરતાં ઘણું મોટું હોય છે.