________________
૧૮૫
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૪
ઉત્તરઃ—જેની શક્તિથી કામ થતું હોય, તેણે જ તે કામ કરેલું ગણાય છે. આ સગોમાં અરિહંત ભગવંતને અન્યનાં દુઃખ દૂર કરનારા કહી શકાય. એમાં કઈ - શાસ્ત્રીય બાધ નથી.
પ્રશ્ન –અરિહંત ભગવંતને આખી દુનિયા પૂજે, તેથી તેમને કંઈ અભિમાન આવે ખરું?
ઉત્તર–ના. તેમણે માન નામના કષાયને પૂરેપૂરે જિતેલ હોય છે, તેથી તેમને આ બાબતનું લેશ માત્ર અભિમાન આવે નહિ. દુનિયા દુનિયાની રીતે ચાલતી હોય છે અને અરિહંત ભગવંત નિજાનંદમાં મસ્ત હોય છે. તેમને કેઈપણ મલિન વિચાર સ્પર્શી શકતું નથી. અરિહંત એટલે જ પરમ પવિત્રતાની મૂર્તિ. તેમને આપણું લાખ વંદન હો.