________________
- ૧૦૦
લેગર્સ મહા સૂત્ર શાક સમારવાની છરીથી અમારા જમણું પગની પાનીના ઉપરના ભાગમાં જ્યાં સર્પદંશ થયે હતું, ત્યાં એક ચેરસ - ઈંચ જેટલી જગામાં દાણ કર્યું અને પુષ્કળ લેહી વહેવા માંડયું. અમારી વેદનાને પાર ન હતું, મુખમાંથી ચીસ નીકળી રહી હતી. તે વખતે શ્રદ્ધામૂતિ માતાએ આદેશ - કર્યો, “તારી ચીસે બંધ કર અને ભગવાન મહાવીરનું - નામ લેવા માંડ. તેનાથી તેને સારું થઈ જશે.”
અમે હિંમત એકઠી કરી “મહાવીર-મહાવીર” એ પ્રમાણે ભગવાનનું નામ લેવા માંડયું. કેઈવાર વેદના અસહ્ય
બનતી તે એ નામ મોટેથી બોલાઈ જવાતું. આ સ્થિતિમાં - આશરે દેઢેક કલાક પસાર થતાં અમે ઝેરની અસરમાંથી મુક્ત થયા. તે આખી રાત લેકએ અમને સૂવા દીધા નહિ, કારણ કે “સૂવાથી ઝેર ચડે છે” એ માન્યતા પ્રચલિત હતી.
પગ સૂઝને થાંભલા જે થઈ ગયે, પણ સ્થાનિક વનસ્પતિઓના થડા દિવસના ઉપચારથી તે મૂલ સ્થિતિમાં
આવી ગયા અને અમે પાછા અમદાવાદ-શેઠ ચીમનલાલ - નગીનદાસ છાત્રાલયમાં પહોંચી વિદ્યાભ્યાસમાં લાગી ગયા.
અન્ય આપત્તિઓ પ્રસંગે પણ અમે નામકર્તનનો - મહિમા નિહાળે છે, તેથી અમે તેમાં પૂરેપૂરા શ્રદ્ધાન્વિત છીએ.
મંત્રવિશારદે કહે છે કે દરેક જિનેશ્વરનું નામ એક શાતિમંત્ર છે અને તેનું રટણ–તેને જપ આપત્તિઓને અવશ્ય દૂર કરે છે. આમ છતાં આપણે અન્ય મંત્ર તરફ લેભાઈને નામકીર્તનને ગૌણ બનાવી દીધું છે. પરિણામે