________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશપ
૧૯૩ આધુનિક યુગની રેશની પામેલા એક બંધુ પૂછે છે કે “ત્રીજા આરાના છેડાથી ચોથા આરાના છેડા સુધી
વીશ તીર્થકરે જ થાય, એમ શા માટે ? તેથી ઓછા કે વત્તા કેમ નહિ?” અમે આ બંધને ઉત્તર આપીએ તે પહેલાં એક સામે પ્રશ્ન પૂછવા ઈચ્છીએ છીએ કે
મનુષ્યને બે આંખો જ શા માટે ? એક કે ત્રણ આંખો કેમ નહિ?” એ બંધુ ઉત્તર આપે છે કે “એ તે પ્રકૃતિને નિયમ છે.” તો અમારે ઉત્તર પણ એમ છે કે “એ તે પ્રકૃતિનો નિયમ છે.” છતાં બુદ્ધિગમ્ય કારણ જાણવું હોય તે અમે જણાવીએ છીએ કે “ બધા શુભ ગ્રહ ઉચ્ચ સ્થાનના હોય, ત્યારે તીર્થકરને જન્મ થાય છે અને ત્રીજા આરાના છેડાથી ચોથા આરાના છેડા સુધી આવા પ્રસંગે ચોવીશ વાર જ આવે છે, તેથી તીર્થકરોની સંખ્યા વીશની હોય છે.”
હવે એક બીજા બંધુ પ્રશ્ન કરે છે કે “આપણે ત્યાં શ્રી ત્રાષભદેવ આદિ ચોવીશ તીર્થકરે થઈ ગયા, તેનું પ્રમાણ શું?” તેને ઉત્તર એ છે કે, “શામાં આવતા તથા પ્રકારના ઉલ્લેખે એ તેનું પ્રમાણ છે.”
આ બંધુ ફરી પ્રશ્ન કરે છે કે “આ બાબતમાં કઈ એતિહાસિક પ્રમાણે મળી શકે ખરાં ?” અમે તેમને જણવવા ઈચ્છીએ છીએ કે “ઇતિહાસની દ્રષ્ટિમર્યાદા ઘણી ટૂંકી છે. તે ત્રણ-ચાર હજાર વર્ષથી આગળ ભાગ્યે જ જઈ શકે છે. પછીથી તે તેને પણ અનુમાનને જ આશ્રય લેવે ૧૩