________________
૧૯૧
શથમ ગાથાને અર્થપ્રકાશપ ભક્તિ અને શક્તિ બંનેમાં ઓટ આવી છે. સુજ્ઞજનોએ આ પરિસ્થિતિ અવશ્ય સુધારી લેવી ઘટે.
ગુણકીર્તનને દાખલે દેવાની અહીં જરૂર નથી, કારણ કે તે અંગે આપણે ત્યાં નાની–મેટી સેંકડો કૃતિઓ વિદ્યમાન છે. આજે હજારોની સંખ્યામાં ઉપલબ્ધ થતાં ભિન્ન ભિન્ન ભાષામય સ્તવને એ ગુણકીર્તન નહિ તે બીજું શું છે?
નામકર્તન અને ગુણકીર્તન ભક્તિરસની ભવ્ય જમાવટ કરનારાં છે, તેથી જ મહાપુરુષએ તેની હિમાયત કરેલી છે. “ભક્તિ વિના શક્તિ નહિ અને શક્તિ વિના સિદ્ધિ નહિ” એ ઉક્તિને મર્મ તમે જાણે છે ખરા? ભગવાનની ભક્તિ કરવાથી એક પ્રકારની શક્તિ જાગૃત થાય છે અને તે આપણે અનેકવિધ કાર્યોમાં સહાયભૂત થતાં સિદ્ધિ સાંપડે છે. “પાંચ કેડીનાં ફૂલડે, પામ્યા દેશ અઢાર વગેરે પંક્તિઓ એમ દર્શાવે છે કે જિનભક્તિનું ફલ અમાપ છે, અપરિમિત છે. જે જિનની–જિનવરની ભક્તિ ભાવથી કરે છે, તેને આ જગતમાં કોઈ વસ્તુની ખેટ રહેતી નથી. હજી આગળ પર આ વિષયમાં કેટલુંક વિવેચન આવવાનું છે, એટલે અહીં તેને વિસ્તાર નહિ કરીએ.
હવે રવીë પદ પર આવીએ. તેનું સંસ્કૃતરૂપ છેઃ “જાતિ” અને તેનો અર્થ છે “ચવીશને.” આ સંખ્યાને નિર્દેશ અહીં કેમ કરાવે છે, તેનું કારણ જાણી લઈએ.
આજ સુધીમાં અનંત કાલચક્રો વ્યતીત થયાં છે. એ દરેક કાલચક્રમાં અવસર્પિણી અને ઉત્સર્પિણને ક્રમ ચાલુ