________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૪
૧૭૯ અરિહંત ભગવંતની ભક્તિ-પૂજા કરતા હોય છે, એટલે તેઓ એમના સેવકની કોટિમાં આવે. શું સેવકની સરખામણી સ્વામી સાથે લઈ શકે ખરી ?
આજથી ૨૫૦૦-૨૬૦૦ વર્ષ પહેલાં ભારતવર્ષમાં ઘણું ધાર્મિક સંપ્રદાયે હતા અને ઘણું પ્રકારના વાદસિદ્ધાંતે ચાલતા હતા. એ દરેક સંપ્રદાય કે વાદને સ્થાપક પિતાને મહાન સમજો અને તીર્થકર, ઈશ્વરી અવતાર, પરમમહર્ષિ કે એવા કેઈ બીજા નામે પિતાને ઓળખાવતે, પણ તેમાંને કેઈ ભગવાન મહાવીરની તુલનામાં આવી શકે નહિ. ગોશાલકે તેમની હરિફાઈ કરી તેમને ઉતારી પાડવાના પ્રયત્ન કર્યો, પણ પરિણામે પિતાને જ ભૂંડે હાલે મરવાને વખત આવ્યે. તાત્પર્ય કે અરિહંત ભગવંત ગુણમાં અજોડ હોય છે, એટલે કોઈ તેમની હરિફાઈ કરી શકતું નથી.
અરિહંતે અચિંત્ય માહાસ્યવાળા હોય છે, એમ કહેવાનો આશય એ છે કે તેમને મહિમા આપણે કલ્પી શકીએ, તે કરતાં પણ ઘણે માટે હોય છે. જેમનાં દર્શન માત્રથી પાપી મનુષ્ય પવિત્ર થતા હોય, દરિદ્ર મનુષ્ય ધનવાન બનતા હોય, અને મહા રેગથી પીડાઈ રહેલા મનુષ્ય નીરોગી બનતા હોય, તેમના મહિમાને તમે કેવે કહેશે? માત્ર મનુષ્ય પર જ નહિ, પશુ, પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ પર પણ તેમને અજબ પ્રભાવ પડે છે અને તેમના જીવનમાં અને પરિવર્તન આવે છે. ચંડકૌશિક એક દષ્ટિ–