________________
૧૮૨
લોગસ મહાસૂત્ર
શય—ગર્ભિત બને છે અને તેથી તેનું મહત્ત્વ ઘણુ વધી જાય છે. આચાર્ય શ્રી મલ્લિષણસૂરિએ સ્યાદ્વાદમ જરીના પ્રારંભમાં તથા શ્રીરત્નશેખરસૂરિએ શ્રાદ્ધ્વિધિના પ્રારંભમાં આ ચાર મૂલાતિશયાનું વર્ણન કરેલુ છે.
પ્રશ્નોત્તરી
પ્રશ્ન—અ કેવલીઓને લેાકેાદ્યોતકર, ધમ તીથંકર તથા જિન એવાં ત્રણ વિશેષણા લગાડયા પછી અરિહંત એવું ચેાથું વિશેષણ લગાડવાની જરૂર શી?
ઉત્તર-અહુ તૂકેવલીઓને લેાકનું સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશનારા, વર્મીની અપૂર્વ દેશના દેનારા, ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરનારા, વીતરાગ મહાપુરુષ તથા ચેાત્રીશ અતિશાના ધારક કહ્યા પછી પણ એક વસ્તુ સ્પષ્ટ કરવાની હતી અને તે તેમની પરમપૂજ્યતા. આ ભાવ અરિહંત વિશેષણ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે.
પ્રશ્ન–અરિહંત શબ્દના અથ શા છે?
ઉત્તર-અરિહુંત એટલે અર્હત, ત્રણે ય લેાકની પૂજાને ચેાગ્ય, અષ્ટમહાપ્રાતિહા ની પૂજાને યોગ્ય. તેના બીજા પણ અર્થા થાય છે, પરંતુ તે અહીં પ્રસ્તુત નથી.
પ્રશ્ન-અરિહંતમાં કેટલા ગુણ્ણા હોય ?
ઉત્તર-અહિ તમાં અનંતગુણ્ણા હોય. જે ગુને આપણે ગણી ન શકીએ, તેને અનંત જ સમજવા.