________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૪ બેસે ત્યારે તેમના મસ્તક ઉપર થેડે ઊંચે ઉચિત રીતે ગોઠવાઈ જાય છે. તેને છત્ર નામને આઠમે પ્રાતિહાર્યા ગણવામાં આવે છે.
કેટલાક આચાર્યોએ તે આ આઠ મહાપ્રાતિહાર્ય વડે જ અરહંત કે અરિહંતની ઓળખાણ આપી છે, જેમકે-अशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामहन्तीत्यर्हन्तः =અશોકાદિ અષ્ટમહાપ્રાતિહાર્યરૂપી પૂજાને ગ્ય છે, તે અરિહંત” “કવિહ્ પાકિ, જઠ્ઠા ગતિ તેના હ્તાજેઓ અષ્ટમહાપ્રાતિહાર્યને યેગ્ય છે, તે અરિહંતે.”
અહીં કદાચ એ પ્રશ્ન ઉઠે કે “શું અરિહં તેને ઓળખવાનું આ મુખ્ય લક્ષણ છે?” તેને ઉત્તર એ છે કે “સામાન્ય લોકે તે તેમને આ આઠ મહાપ્રાતિહાર્યો વડે જ ઓળખે છે, તેથી તેને અરિહંતનું મુખ્ય લક્ષણ માનવામાં વાંધો નથી, પણ એટલું ખ્યાલમાં રાખવું કે આ તેમનું બાહ્ય લક્ષણ છે. કદાચ અહીં આંતરિક લક્ષણ, પણ પૂછાશે, એટલે જણાવી દઈએ કે ચાર મૂલ અતિશય -જ્ઞાનાતિશય, વચનાતિશય, અપાયાપગમાતિશય અને પૂજાતિશય, એ તેમનાં આંતરિક લક્ષણ છે. આ બાહ્ય-આંતરિક બાર લક્ષણને અરિહંતના બાર ગુણની પ્રસિદ્ધિ મળી છે.
૨. ઉત્પત્તિના ક્રમથી પ્રથમ અપાયાપગમાતિશય, પછી જ્ઞાના તિશય પછી પૂજાતિશય અને છેવટે વચનાતિશય આવે છે. પ્રથમ જિનાવસ્થા પ્રાપ્ત થાય છે, તે અપાયાપણમાતિશય, પછી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તે જ્ઞાનાતિશય. પછી ઈદ્રો વગેરેથી પૂજાવું તે : પૂજતિશય અને સમસરણમાં ઉપદેશ દેવો, તે વચનાતિશય.
૧૨