________________
પ્રથમ ગાથાને અથ પ્રકાશ-૪
૧૭૫ પણ તેમાં કઈ મહતવને તફાવત નથી, એટલે આપણે આ ક્રિમને જ સુવિહિત માનીને ચાલીએ.
હવે આ આઠેય પ્રાતિહાર્યો ૩૪ અતિશયમાં આવી જાય છે, પણ અહીં તેને વિશેષ અધિકાર હોવાથી તેમને ટૂંકમાં પરિચય કરી લઈએ. (૧) અરિહંત ભગવંત સમવસરણમાં બિરાજતા હોય, ત્યારે તેમના શરીરથી બારગણી ઉંચાઈવાળા અત્યંત મહર અશોક વૃક્ષની રચના પ્રતિહારી દેવતાઓ વડે કરવામાં આવે છે. તેનું વર્ણન શાસ્ત્રમાં અનેક રીતે થયેલું છે. વિહાર વખતે આ અશોકવૃક્ષ ઉપર આકાશમાં સાથે ચાલે છે અને સમવસરણના સમયે પિતાના સ્થાને ગોઠવાઈ જાય છે. આ અશેકવૃક્ષ ઉપર બીજા
એક ચૈત્યવૃક્ષની રચના હેાય છે. ચૈત્યવૃક્ષ એટલે જ્ઞાનનું વૃક્ષ, ભગવંતને જે વૃક્ષ નીચે કેવલજ્ઞાન થયું હોય તે વૃક્ષ... આને અશોકવૃક્ષ નામને પ્રથમ મહાપ્રાતિહાર્ય કહેવામાં આવે છે.
(૨) સમવસરણની રચના વખતે આજુબાજુની એક એજનપ્રમાણ ભૂમિમાં પ્રતિહારી દેવે પંચરંગી પુષ્પોની વૃષ્ટિ કરે છે. આ પુષ્પો અચિત્ત હોવા છતાં સુગંધથી ભરપૂર હોય છે. આને સુરપુષ્પવૃષ્ટિ નામને બીજે મહાપ્રાતિહાર્ય કહેવામાં આવે છે.
(૩) ભગવંત દેશના દેતા હોય ત્યારે વાતાવરણમાં ઊંચે સુધી એક પ્રકારને દિવ્ય ધ્વનિ પ્રકટે છે, જે તેમની વાણમાં રહેલી મધુરતા, દિવ્યતા આદિમાં ઉમેરો કરે છે અને માલકેશ આદિ રાગના સૂર પણ પૂરે છે. જેને એક