________________
પ્રથમ ગાથાને અર્થ પ્રકાશ-૪
૧૭૩. ઉપલક્ષિત, અનન્યસદશ, અચિંત્ય માહામ્યવાળા, કેવલા : ધિષ્ઠિત અને પ્રવર ઉત્તમતાને ગ્ય હોય, તે અરહંત . કહેવાય છે.”
આ જગતમાં મનુષ્ય, દેવતા અને દાન એ ત્રણ પ્રકારના લેકે છે. તેમાં મનુષ્યના નાયકે મહારાજા કે - ચકવતી કહેવાય છે, દેવતાઓને નાયકે દેવેન્દ્ર કે સુરેન્દ્ર કહેવાય છે અને દાનાના નાયકે દાનવેન્દ્ર કે અસુરેન્દ્ર કહેવાય છે. આ બધા લેકે અને તેમના નાયકે અરિહંત ભગવંતને અનન્ય ભાવે વદે છે, પૂજે છે, સત્કારે છે, સન્માને છે અને તેમની વિવિધ પ્રકારે ભક્તિ કરવામાં . ગૌરવ માને છે. આને પૂજાતિશય સમજવો. જે ભગવંતમાં. અસાધારણ પૂજ્યતા ન હોય, તે આટલી વ્યાપક અને . વિશિષ્ટ પૂજા થાય શી રીતે ?
દેવેન્દ્ર કેટલાક દેને ભગવંતના પ્રતિહારી થવાનું કાર્ય સોંપે છે, એટલે તેઓ નિરંતર તેમની સમીપે રહે છે અને તેમના પ્રત્યે ભક્તિ દર્શાવવા માટે અશોકવૃક્ષ આદિ આઠ દિવ્ય વસ્તુઓની રચના કરે છે. આ પ્રતિહારીનું કાર્ય હોવાને લીધે પ્રાતિહાર્ય કહેવાય છે. આવા આઠ મહાન. પ્રાતિહાર્યોને સમુદાય, તે અષ્ટમહાપ્રાતિહાર્ય. સામાન્ય લોકો આ મહાપ્રાતિહાર્યોને જોતાં જ સમજી જાય છે કે નક્કી અહીં અરિહંત ભગવંત બિરાજતા હોવા જોઈએ એટલે તેઓ તેમની સમીપે આવવા લાગે છે અને તેમની અનન્ય ભાવે ભક્તિ કરવા માંડે છે. જેમ ચુંબક લોખંડને.