________________
૧૭૬
લેગસ્સ મહાસુત્ર સંપ્રદાય એમ માને છે કે દિવ્ય ધ્વનિ કાર રૂપ હોય છે. આને દિવ્યધ્વનિ નામને ત્રીજે મહાપ્રાતિહાર્ય કહેવામાં આવે છે.
(૪) ભગવંત જ્યારે વિહાર કરતા હોય છે, ત્યારે આગળ ગગનમંડળમાં ૬૪ સુંદર ચામરે ચાલતા હોય છેતેઓ જ્યારે સમવસરણમાં બિરાજે છે, ત્યારે એક બાજુના. સેળ એ રીતે આ ૬૪ ચામરે તેમની બંને બાજુ દેવદેવીઓ દ્વારા વીંઝાય છે. તેને ચામર નામને ચે મહાપ્રાતિહાર્ય કહેવામાં આવે છે.
(૫) ભગવંત જ્યારે વિહાર કરતા હોય, ત્યારે પાદપીઠ. સહિત નિર્મલ સ્ફટિક રત્નનું બનેલું અદ્ભુત સિંહાસન ઉપર આકાશમાં ચાલતું હોય છે. તે સમવસરણમાં બેસવાના સમયે યથાસ્થાને ગોઠવાઈ જાય છે. તેને આસન નામને પાંચમે મહાપ્રાતિહાર્ય કહેવામાં આવે છે.
(૬) પ્રતિહારી દેવે દ્વારા ભગવંતના મસ્તકની પાછળ. અત્યંત દેદીપ્યમાન તેજવતુંલની રચના કરવી, તે ભામંડલ. નામને છહો મહાપ્રાતિહાર્ય ગણાય છે.
(૭) ભગવંતનું સમવસરણ રચતી વખતે પ્રતિહારી. દેવતાઓ દુન્દુભિ વગાડી એક પ્રકારને જયનાદ પ્રકટ કરે છે, તે ઘણે દૂર સુધી સંભળાય છે, તેને સાતમે દુન્દુલિ નામને મહાપ્રાતિહાર્ય ગણવામાં આવે છે.
(૮) ભગવંત વિહાર કરતા હોય ત્યારે તેમની ઉપર નમંડલમાં ત્રણ મહર છત્ર ચાલે છે અને તેઓ