________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૪
કાલાંતરે અહિત શબ્દ બન્ય, તેમાંથી અરહંત શબ્દ બન્યો અને તેમાંથી અરિહંત અને અરુહંત એ બંને રૂપે પ્રચારમાં આવ્યાં. પરંતુ પ્રાકૃત ભાષા મૂલ છે અને સંસ્કૃત ભાષા તે તેમાંથી સંસ્કાર પામેલી છે, એટલે અરડત, અરહંત, અરિહંત અને અહંત એવા જે શબ્દો પ્રાકૃતમાં બેલાઈ રહ્યા હતા, તેને સંસ્કાર સંસ્કૃત ભાષામાં અહંત તરીકે થે, એમ માનવું વધારે ઠીક છે.
અરિહંત માટે એક શબ્દ “અરહા” પણ છે, જેને પ્રાચીન કાલમાં વિશેષ પ્રમાણમાં ઉપયોગ થતું હતું, એટલે એવું અનુમાન કરવાને કારણ મળે છે કે અહિત આદિ. બધા શબ્દો તેમાંથી જ ઉતરી આવ્યા હશે. એ ગમે તેમ હેય, પણ આ બધા શબ્દોનું મૂળ વ ધાતુમાં છે કે જે યેગ્યતા કે પૂજાને અર્થ દર્શાવે છે, એટલે અહંતને અર્થ ગ્ય કે પૂજ્ય થાય છે.
આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કેअरहंति वंदण-नमंसणाई, अरहंति पूय-सकारं । सिद्धिगमणं च अरहा, अरहंता तेण वुच्चंति ॥ ९२१ ॥१.
જેઓ વંદન-નમસ્કારને એગ્ય છે, પૂજા–સત્કારને યોગ્ય છે અને સિદ્ધિગમનને એગ્ય છે, તેઓ એ ગ્યતાના કારણે અરિહંત કહેવાય છે.” ( ૧ આ ગાળામાં સંપાદકે સરહૃતિ અને માતા સ્થાને રિતિક અને સરિતા શબ્દો મૂકથા છે, તે બરાબર નથી.