________________
૧૭૦
લેગસ્સ મહાસુત્ર ખરું મહત્વનું છે. તે માટે જેવી અને જેટલી ચર્ચા વિચારણા કરવી જોઈએ, તે અમે કરી રહ્યા છીએ.
ગરિતે પદ બીજી વિભક્તિના બહુવચનમાં આવેલું છે. તેમાં મૂલપદ રિહંત છે. અહૂિંત એટલે અહંતઅરિહંત. અર્હત્ શબ્દ સંસ્કૃત ભાષાને છે, પણ તે તત્સમ તરીકે ગુજરાતી ભાષામાં ઉતરી આવે છે, અને અરિહંત શબ્દ પ્રાકૃત ભાષાને છે, તે પણ તત્સમ તરીકે ગુજરાતી ભાષામાં ઉતરી આવેલ છે. આ બંને શબ્દો આજે ગુજરાતી ભાષામાં છૂટથી બોલાય છે.
અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે સંસ્કૃત ભાષાને અર્હત્ શબ્દ તે સ્થિર રહ્યો છે, પણ પ્રાકૃત ભાષાના અરિહંત શબ્દનું તેવું નથી. એ ઉચારભેદે અરહંત અને અસહતનું રૂપ પણ પામેલ છે. જૈન શામાં આ ત્રણે ય શબ્દોના પ્રયોગો થયેલા છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ આવશ્યકનિયુક્તિમાં અરિહંત અને અરહંત એ બંને શબ્દો પર નિર્યુક્તિ રચેલી છે અને શ્રીમહાનિતીથસૂત્રમાં અરહંત, અહંત અને અરિહંત એ ત્રણેય શબ્દનું અર્થવિવેચન થયેલું છે. કેટલાક શિલાલેખેમાં અરહત એ શબ્દ પણ જોવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોમાં તે ઉપર જણાવેલા ત્રણ શબ્દોને જ ઉપગ થયેલ છે અને તેમાં પણ અરહંત અને અરિહંતને ઉપયોગ વિશેષ પ્રમાણમાં થયેલ છે.
ભાષાશાસ્ત્રીઓનું એવું માનવું છે કે અહેમાંથી
સ્વામીએ
લો છે અને અ